આ દેશમાં ભૂસ્ખલન, પર્વતના કાટમાળ નીચે દબાયું આખું ગામ

આ દેશમાં ભૂસ્ખલન, પર્વતના કાટમાળ નીચે દબાયું આખું ગામ

05/25/2024 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં ભૂસ્ખલન, પર્વતના કાટમાળ નીચે દબાયું આખું ગામ

ઓશિઆનિયાઈ દેશ પાપુઆ ન્યૂ ગિનીમાં એક ભૂસ્ખલનમાં 100 લોકોના મોત થવાની આશંકા છે. ભૂસ્ખલન શુક્રવારે સવારે 3:00 વાગ્યાની આસપાસ થયું.  ન્યૂઝ એજન્સી ABC મુજબ, ભૂસ્ખલન પાપુઆ ન્યૂ ગિનીના એંગા પ્રાંતમાં સ્થિત કાઓકલામ ગામમાં આ પ્રાકૃતિક અકસ્માત થયો. આ ગામ રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિમી દૂર આવેલું છે. આ ભૂસ્ખલન બાદ કાઓકલામ ગામને જોડનાર મુખ્ય માર્ગ પૂરી રીતે તૂટી ગયો. તેનાથી ગામનો સંપર્ક તૂટી ગયો. સ્થાનિક મીડિયા અને બચાવ ટીમને વૈકલ્પિક રસ્તો બનાવીને અહી સુધી પહોંચવું પડ્યું.


ઊંઘી રહ્યા હતા ગ્રામજનો, બચવાનો ચાંસ ન મળ્યો:

ઊંઘી રહ્યા હતા ગ્રામજનો, બચવાનો ચાંસ ન મળ્યો:

મીડિયા રિપોર્ટ મુજબ, ભૂસ્ખલનમાં આખું ગામ પહાડના કાટમાળ નીચે દબાઈ ગયું. જાણકારી મળતા જ સ્થાનિક પ્રશાસન અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે ભૂસ્ખલન જે સમયે થયું, એ સમયે ગ્રામજનો ઊંઘી રહ્યા હતા એટલે તેમને બચવાનો ચાંસ ન મળ્યો. આખું ગામ પહાડના કાટમાળ નીચે દબાઈ ગયું. જો કે, અત્યાર સુધી પાપુઆ ન્યૂ ગિની સરકાર તરફથી ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. ન તો એ બતાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી કેટલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જો કે, સ્થાનિક લોકોનો દાવો છે કે ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે.


શબ કાઢવામાં મુશ્કેલી

શબ કાઢવામાં મુશ્કેલી

પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપેએ આ પ્રાકૃતિક આપત્તિમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ એક વ્યક્તિએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં તેના પરિવારના 4 લોકોના મોત થઈ ગયા. બચાવકર્મીઓને શબ શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં ઠેર ઠેર મોટા પથ્થર પડ્યા છે. પથ્થરો અને ઝાડ નીચેથી શબોને કાઢવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ABCના રિપોર્ટ મુજબ, જે જગ્યાએ ભૂસ્ખલન થયું એ ખૂબ જ ગાઢ વસ્તીવાળી જગ્યા છે. એવામાં આ પ્રાકૃતિક આપત્તિમાં જીવ ગુમાવનારા લોકોના આંકડા વધવાની આશંકા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top