મોદી ચૂંટણી હારી જાય....' પાકિસ્તાના નેતાના આ નિવેદનથી ભારતનું રાજકારણ ગરમાયું.! જાણો શું કહ્યુ

મોદી ચૂંટણી હારી જાય....' પાકિસ્તાના નેતાના આ નિવેદનથી ભારતનું રાજકારણ ગરમાયું.! જાણો શું કહ્યું?

05/29/2024 World

SidhiKhabar

SidhiKhabar

મોદી ચૂંટણી હારી જાય....' પાકિસ્તાના નેતાના આ નિવેદનથી ભારતનું રાજકારણ ગરમાયું.! જાણો શું કહ્યુ

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે હવે માત્ર સાતમા તબક્કાનું મતદાન બાકી છે ત્યારે ભારતમાં થઈ રહેલા લોકસભા ચૂંટણીનો માહોલ હવે રસપ્રદ બની રહ્યો છે. આ ચૂંટણીમાં હવે દેશના દુશ્મનો પણ રસ લઈ રહ્યાં છે. પાકિસ્તાનના પૂર્વ સરકાર મંત્રી ફવાદ ચૌધરી હાલ સતત ભારતની ચૂંટણી પર નિવેદનબાજી કરી રહ્યાં છે. તેમના નિવેદન પર ભારતનું રાજકારણ ગરમાયું છે.


શું કહ્યું પાકિસ્તાની નેતાએ ?

શું કહ્યું પાકિસ્તાની નેતાએ ?

પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણના મતદાન પહેલા તેમણે વિવાદ ઉભો કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક જૂના નિવેદનને આધાર બનાવતા કહ્યું કે, હું માનું છું કે, ભારતના મતદારનો ખરો ફાયદો એ છે કે, પાકિસ્તાન સાથે તેમના સંબંધો સુમધુર થાય અને ભારત વિકાસશીલ દેશ બનીને આગળ આવે.ફવાદે આગળ કહ્યું કે, આવું ત્યારે જ શક્ય છે, જ્યારે નરેન્દ્ર મોદી અને તેમની વિચારધારાને હરાવવામા આવે. હવે જે પણ હરાવશે, પછી તે રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય કે મમતા બેનરજી હોય, અમારી શુભકામનાઓ તેમની સાથે છે. જે પણ કટ્ટરપંથીને હરાવશે, અમારું તેમને સમર્થન રહેશે.


ભારતનો મતદાર બેવકૂફ નથી

ભારતનો મતદાર બેવકૂફ નથી

વધુમાં કહ્યું કે' વર્તમાન સરકાર તો ભારતના મુસલમાનોમાં નફરત પેદા કરી રહી છે. પાકિસ્તાન માટે પણ તેઓએ નફરત પેદા કરી છે. આવામાં હવે સમય આવી ગયો છે કે, જ્યારે આ પ્રકારની વિચારધારાને હરાવવામા આવે, તેને હાર અપાય. ભારતનો મતદાર બેવકૂફ નથી, તે બધું સમજી રહ્યાં છે.

ફવાદ ચૌધરીનું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન બાદ આવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હુતં કે, તેમના રાજકીય વિરોધીઓને પાકિસ્તાનનુ સમર્થન મળી રહ્યું છે. તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને તપાસ કરવા સુધીની વાત કરી હતી. હવે તેમના આ નિવેદન પર પાકિસ્તાન તરફથી નિવેદન આપ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top