ઈઝરાયલ સામેના યુદ્ધમાં ગાઝામાં બાળકોનું જીવન તબાહ થઇ ગયું..! ગાઝામાં જીવીત અન્ય બાળકો ઉપર પણ સં

ઈઝરાયલ સામેના યુદ્ધમાં ગાઝામાં બાળકોનું જીવન તબાહ થઇ ગયું..! ગાઝામાં જીવીત અન્ય બાળકો ઉપર પણ સંકટ...

02/03/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ઈઝરાયલ સામેના યુદ્ધમાં ગાઝામાં બાળકોનું જીવન તબાહ થઇ ગયું..! ગાઝામાં જીવીત અન્ય બાળકો ઉપર પણ સં

Israel va Hamas war : 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના ઓચિંતા હુમલા અને પછી ગાઝામાં ઇઝરાયેલની વળતી કાર્યવાહી બાદથી ગાઝા જાણે બાળકોનું સૌથી મોટું 'કબ્રસ્તાન' બની ગયું છે. માહિતી અનુસાર ગાઝામાં અત્યાર સુધીમાં 27 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઇ ગયા છે, જેમાંથી 12 હજાર તો ફક્ત બાળકો જ છે. આ ઉપરાંત યુએનના રિપોર્ટ અનુસાર 17 હજાર બાળકો અનાથ થઇ ગયા છે જેમના માતા-પિતા વિશે કોઈ જાણકારી મળી રહી નથી. આ રીતે હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું આ યુદ્ધ બાળકો માટે કેર બની ગયું છે. 


ગાઝામાં જીવીત અન્ય બાળકો ઉપર પણ સંકટ...

ગાઝામાં જીવીત અન્ય બાળકો ઉપર પણ સંકટ...

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લીધે ગાઝામાં જીવીત બચી ગયેલા બાળકો ઉપર પણ સંકટના વાદળો સતત ઘેરાયેલા રહે છે. તેમની માટે ભૂખ અને કૂપોષણ મોટી સમસ્યા બની ગયા છે. આવી સ્થિતિમાં આ યુદ્ધમાં ગાઝાના બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે.


યુનિસેફનું શું કહેવું છે આ મામલે?

યુનિસેફનું શું કહેવું છે આ મામલે?

યુનિસેફે આ મામલે કહ્યું કે ગાઝામાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડી છે. આવી સ્થિતિમાં તેમને સપોર્ટની જરૂર છે. અહેવાલ અનુસાર યુનિસેફના એક અધિકારીએ કહ્યું કે ગાઝાના દરેક બાળકની કહાની દર્દનાક છે. લગભગ 1.7 મિલિયન લોકો વિસ્થાપિત થઈ ગયા છે. અનાથ બની ગયેલા બાળકોની સંખ્યા લગભગ 1 ટકા થઈ ગઈ છે. હજુ આ આંકડો સ્પષ્ટ નથી. ગાઝામાં જેવી સ્થિતિ છે તેવામાં આંકડા એકઠાં કરવા અને પછી વેરિફાય કરવું પણ એક મોટો પડકાર છે. 


5 લાખ બાળકોનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું

5 લાખ બાળકોનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું

તેમણે કહ્યું, ગાઝામાં બાળકોની સ્થિતિ એવી છે કે અનેકવાર તો પોતાના નામ પણ કહી શકતા નથી. હોસ્પિટલો બાળકોથી ભાઈ ગઇ છે. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવે ત્યારે પરિસ્થિતિ જોઈને ઘણા બાળકો બેભાન થઈ જાય છે. યુનિસેફનું કહેવું છે કે ગાઝામાં 5 લાખ બાળકોને માનસિક સ્વાસ્થ્ય સહાયની જરૂર છે. પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં 27 હજારથી વધુ લોકોના મોત થયા છે. 66 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ગાઝાની હોસ્પિટલો દવાઓ અને સુવિધાઓની અછત સાથે સંઘર્ષ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top