શું એકનાથ શિંદે ખરેખર નારાજ હતા? દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી બનતાની સાથે જ કર્યો ખુલાસો
CM Devendra Fadnavis on Eknath Shinde: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બની. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. અજીત પવાર સાથે પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બન્યા છે. લગભગ 12 દિવસ સુધી મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને લાંબી ખેંચતાણ ચાલી હતી. કહેવામાં આવ્યું હતું કે શિંદે નાયબ મુખ્યમંત્રી પદ માટે માની રહ્યા નથી. તેઓ ભાજપથી નારાજ છે. આ કારણોસર સરકાર બનાવવામાં વિલંબ થયો હતો. જો કે હવે આ સમગ્ર ઘટનાનું સત્ય સામે આવ્યું છે. શું એકનાથ શિંદે ખરેખર ભાજપથી નારાજ હતા? દેવેન્દ્ર ફડણવીસે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનતાની સાથે જ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે કેમ નારાજ હતા? તેને લઈને વિગતવાર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, 'હું નથી માનતો કે એકનાથ શિંદે નારાજ હતા. દિલ્હીમાં અમિત શાહ સાથે અમારી મુલાકાત ચાલી રહી હતી. ત્યારે એકનાથ શિંદેએ મને કહ્યું હતું કે તમારી પાર્ટીમાંથી એટલા બધા લોકો ચૂંટાયા છે કે તમારા પર તમારા મુખ્યમંત્રી બનવાનું દબાણ હશે. મેં તેમને પાછળથી એમ પણ કહ્યું હતું કે જો આપણે સરકાર બનાવીશું તો તમારે સરકારમાં રહેવું પડશે. જ્યારે હું મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી બન્યો ત્યારે મારા ધ્યાનમાં આવ્યું, પરંતુ પાર્ટીએ મને કહ્યું, તેથી હું બની ગયો.
દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું કે, એકનાથ શિંદે નારાજ નહોતા. જ્યારે શપથગ્રહણ અગાઉ મહાયુતિએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે શિંદેએ એ પણ નિર્દેશ કર્યો હતો કે તેઓ મુખ્યમંત્રી પદને લઈને ભાજપથી નારાજ નથી. સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે તે પોર્ટફોલિયોને લઈને થોડા નારાજ હતા. તેઓ જાણતા હતા કે ભાજપ પાસે 132 બેઠકો છે. તેથી તેના જ મુખ્યમંત્રી બનશે. મામલો ગૃહ મંત્રાલય અને શહેરી વિકાસ વિભાગ પર જ અટકી ગયો હતો. હવે ખુદ મુખ્યમંત્રી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે નારાજગીના અહેવાલોને નકારી કાઢ્યા છે.
સરકાર બનાવવામાં વિલંબના સવાલ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'હું કહેવા માગુ છું કે મહારાષ્ટ્રના લોકો 2014થી મોદીજીની સાથે છે. અને મહારાષ્ટ્રના લોકો તેમની સાથે છે. લોકસભાની ચૂંટણીમાં નેરેટિવ અમારી વિરુદ્ધ ગઈ જે મને લાગે છે કે અમે સંભાળી શક્યા નહીં.
3% વોટ ઓછા હતા અને અમારે ઘણી સીટો ગુમાવવી પડી હતી પરંતુ આ વખતે અમે ખૂબ જ સાવચેત હતા. અને તેના કારણે અમે ઘણું હાંસલ કર્યું. ત્રણ પક્ષોએ નિર્ણય લેવાનો હોય છે. એટલે સમય લાગે છે. 2004માં કોંગ્રેસ અને એનસીપી પાસે સારી બહુમતી હોવા છતાં તેમને 14 દિવસ લાગ્યા હતા. વર્ષ 2009માં પણ તેમને 9 દિવસ લાગ્યા અને મને નથી લાગતું કે અમને આટલા દિવસો લાગ્યા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp