જે દિલ્હી કે ગુજરાતની પોલીસ ન કરી શકી, એ ચેન્નાઈ પોલીસે કર્યું! 581 સામે FIR! જાણો કારણ

જે દિલ્હી કે ગુજરાતની પોલીસ ન કરી શકી, એ ચેન્નાઈ પોલીસે કર્યું! 581 સામે FIR! જાણો કારણ

11/15/2023 National

SidhiKhabar

SidhiKhabar

જે દિલ્હી કે ગુજરાતની પોલીસ ન કરી શકી, એ ચેન્નાઈ પોલીસે કર્યું! 581 સામે FIR! જાણો કારણ

Chennai Police Action On Diwali : દિવાળી આવે એટલે ફટાકડાને કારણે થતા હવાના પ્રદૂષણ વિષે ચર્ચાઓ ચાલી નીકળે છે. દર વર્ષે અદાલતો દ્વારા ફટાકડા પર નિયંત્રણ મૂકવામાં આવે છે, પણ એનું પાલન ભાગ્યે જ થાય છે. આ બધા વચ્ચે ચેન્નાઈથી ગરમાગરમ ન્યૂઝ આવી રહ્યા છે, જેમાં પોલીસે આકરા પગલા ભર્યા હતા. આવનારા દિવસોમાં આની પર રાજકારણ ખેલાય તો નવાઈ નહિ!


પોલીસનો સપાટો!

પોલીસનો સપાટો!

તામિલનાડુની રાજધાની અને દેશના એક મહાનગર ચેન્નાઈમાં રવિવારે (12 નવેમ્બર) દિવાળીના અવસર પર, સુપ્રીમ કોર્ટના આદેશોની અવગણનામાં વિશાળ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. દરમિયાન, પ્રદૂષણને કાબૂમાં લેવા અને અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સજ્જ થઈ ગઈ હતી. પોલીસે સાંજથી સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું.

દિવાળી પછી, સોમવારે, ચેન્નઈ પોલીસે જણાવ્યું હતું કે નિયમોનું પાલન કર્યા વિના ફટાકડા ફોડવા અને કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ઉભો કરવા માટે સમગ્ર શહેરમાં 581 કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, શહેરમાં નોંધાયેલા 581 કેસમાંથી 554 કેસ ફટાકડા સાથે સંબંધિત છે જે એકલા સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયગાળા પછી છે.


પોલીસે શું કહ્યું?

પોલીસે શું કહ્યું?

રાત્રે 8:00 થી 10:00 વાગ્યાની વચ્ચે 90 ડેસિબલથી ઓછા અવાજવાળા ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી હતી, તેમાં પણ ગ્રીન ફટાકડાનો વધુ ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ચેન્નઈ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ફટાકડાની દુકાનો ખોલનારા આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે 90 ડેસિબલથી વધુ અવાજ સાથે ફટાકડા ફોડનારા 19 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ વર્ષે રાજ્ય પ્રશાસને ફટાકડા પર પ્રતિબંધ મુકવા માટે સુરક્ષા કડક કરી હતી પરંતુ તેનો વધુ ફાયદો થયો નથી. ચેન્નાઈ પોલીસે સુરક્ષા માટે હજારો જવાનોને રસ્તા પર ઉતાર્યા હતા. પોલીસની ટીમોએ સમગ્ર શહેરમાં મહત્વના ચોકો અને વસ્તીવાળા વિસ્તારોમાં આખી રાત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું. પોલીસની સાથે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન સુનિશ્ચિત કરવા માટે શહેરમાં તકેદારી રાખી રહ્યા હતા.


આગામી દિવસોમાં રાજકારણ ખેલાશે?

ફટાકડા મુદ્દે જો ઊંડા ઉતરવામાં આવે તો સત્ય બંને બાજુએ રહેલું જણાશે. ફટાકડાથી હવાનું પ્રદૂષણ થાય છે, એમાં બેમત છે જ નહિ. પરંતુ એક મોટા વર્ગની એવી દલીલ છે કે માત્ર હિંદુ તહેવારો વખતે જ હવા, પાણી, જમીનના પ્રદૂષણની અને જીવદયાની ચિંતા કરવામાં આવે છે. બીજા ધર્મોના તહેવારો વખતે લાખો પ્રાણીઓની કતલ થાય કે બીજી કોઈ રીતે પ્રદૂષણ ફેલાય, એ સામે ભાગ્યે જ કોઈ અવાજ ઉઠાવવામાં આવે છે.

આ બધામાંથી એક જ ઉપાય નીકળે એમ છે, કે ફટાકડાની બનાવટ એ રીતે કરવામાં આવે, જેથી ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ઓછામાં ઓછું ફેલાય. નહિતર આવા મુદ્દે નાહકનું રાજકારણ ખેલાતું રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top