રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનાં સમારોહમાંથી પરત ફરેલ અમિતાભ બચ્ચને પોતાના X અકાઉન્ટ પર આ શું લખી

રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનાં સમારોહમાંથી પરત ફરેલ અમિતાભ બચ્ચને પોતાના X અકાઉન્ટ પર આ શું લખી દીધું? લોકો થયા વિચારતા..!? જાણો પૂરી વાત

01/25/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનાં સમારોહમાંથી પરત ફરેલ અમિતાભ બચ્ચને પોતાના X અકાઉન્ટ પર આ શું લખી

સદીનાં મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનને અભિનયની સાથે લખવાનો અને વાંચવાનો પણ શોખ છે. તે તેના બ્લોગ દ્વારા તેના ચાહકોને તેના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી વાતો કહેતો રહે છે. એટલું જ નહીં તે દરેક સામાજિક અને મોટા મુદ્દા પર પોતાનો અભિપ્રાય પણ આપે છે. હવે તેમણે એક રહસ્યમય પોસ્ટ કરી છે. તેમણે આ પોસ્ટ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપ્યાના એક દિવસ બાદ લખી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'સમય ઘણો શક્તિશાળી છે.' ચાહકો આ પોસ્ટ પર વિવિધ રીતે પોતાનું અનુમાન લગાવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.


રહસ્યમય પોસ્ટ

અમિતાભ બચ્ચને X પર લખ્યું, “T 4900 - સમય બડા બલવાન.” લોકો તેમના આ ટ્વિટને અલગ-અલગ સંદર્ભમાં જોઈ રહ્યા છે. જો કે આ પોસ્ટ પાછળનો વિચાર હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ અમિતાભ કોઈ અવ્યવસ્થિત વિચાર શેર કરી રહ્યા હોવાની શક્યતા છે. તેમણે તેમના બ્લોગમાં પણ શેર કર્યું હતું કે, તેને કામ પર મોડું થઈ રહ્યું છે. તેણે લખ્યું, “મને મોડું થયું છે અને મને તાત્કાલિક કામ માટે બોલાવવામાં આવી રહ્યો છે. તેથી હું માફી માંગુ છું. હું તેના વિશે ટૂંક સમયમાં વાત કરીશ"રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો અનુભવ

અમિતાભ બચ્ચને અયોધ્યાથી પરત ફર્યા બાદ ઐતિહાસિક દિવસનો ભાગ બનવાના તેમના અનુભવ વિશે ખુલીને વાત કરી હતી. મંગળવારે, તેમણે અયોધ્યાના રામ મંદિરમાંથી રામલલ્લાની મૂર્તિ સાથેની એક તસવીર શેર કરી હતી અને ભવ્ય સમારોહ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે, “દિવ્ય અનુભૂતિથી ભરેલો દિવસ. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાંથી પરત ફરવું. ઉજવણીનો મહિમા અને વિશ્વાસની આસ્થા. શ્રી રામના જન્મ પર મંદિરની ભવ્યતામાં ડૂબેલા. આનાથી વધારે કશું હોય જ ન શકે, કારણ કે આસ્થાનું વર્ણન કરી શકાતું નથી. શું તમે કરી શકો છો?


આવનારી ફિલ્મો

આવનારી ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે ઘણા પ્રોજેક્ટ છે. આ પૈકી, તે પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ‘કલ્કી 2898 એડી’ અને રજનીકાંત સાથે ‘વેટ્ટાઇયાં’માં જોવા મળશે. ‘વેટ્ટાઈયાં’ અમિતાભની પહેલી તમિલ ફિલ્મ છે. તેમણે તાજેતરમાં કૌન બનેગા કરોડપતિની સિઝન પણ પૂરી કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top