ડ્રેગન ખૂશ હુઆ: PM મોદીએ પોડકાસ્ટમાં ચીનને લઇને એવી શું વાત કહી કે બીજિંગ કરી રહ્યું છે વાહવાહી

ડ્રેગન ખૂશ હુઆ: PM મોદીએ પોડકાસ્ટમાં ચીનને લઇને એવી શું વાત કહી કે બીજિંગ કરી રહ્યું છે વાહવાહી!

03/17/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ડ્રેગન ખૂશ હુઆ: PM મોદીએ પોડકાસ્ટમાં ચીનને લઇને એવી શું વાત કહી કે બીજિંગ કરી રહ્યું છે વાહવાહી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધક લેક્સ ફ્રિડમેનને લગભગ 3 કલાકનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં PM મોદીએ ભારતની વિદેશ નીતિ, ભારત-ચીન સંબંધો, અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આ દરમિયાન, ભારતીય વડાપ્રધાને ચીન અંગે જે ભારતીય વિદેશ નીતિ વિશે વાત કરી તેનાથી બીજિંગ ખુશ થઇ ગયું છે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં, ચીની નિષ્ણાતોએ ચીન-ભારત સંબંધોને મજબૂત બનાવવાના PM મોદીના આહ્વાનને સકારાત્મક ગણાવ્યું છે.

આ પોડકાસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળના તણાવ છતા ચીન સાથેના સંબંધોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે મતભેદોને બદલે સંવાદ અને સંઘર્ષને બદલે સહયોગની હિમાયત કરી છે. મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, ભારત અને ચીને ટકરાવને બદલે સ્વસ્થ અને સ્વભાવિક સ્પર્ધામાં સામેલ થવું જોઈએ. ચીની નિષ્ણાતો PM મોદીના આ વિચારને ચીન-ભારત સંબંધો માટે વ્યવહારિક અભિગમ તરીકે જુએ છે અને ચીની નિષ્ણાતોએ સ્વીકાર્યું છે કે સહયોગ અને સ્પર્ધા એક સાથે ચાલી શકે છે.

PM મોદીના વિચારથી ચીન ખુશ થયું

પોડકાસ્ટ દરમિયાન, મોદીએ ચીન અને ભારત વચ્ચેના ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો અને વૈશ્વિક સભ્યતામાં તેમના સામાન્ય યોગદાન પર ભાર મૂક્યો. PM મોદીએ કહ્યું કે, "ભારત અને ચીન વચ્ચેના સંબંધો નવા નથી. બંને દેશોની સંસ્કૃતિઓ અને સભ્યતાઓ પ્રાચીન છે. આધુનિક વિશ્વમાં પણ, તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે ઐતિહાસિક રેકોર્ડ પર નજર નાખો, તો સદીઓથી ભારત અને ચીન એક-બીજા પાસેથી શીખ્યા છે. સાથે મળીને તેમણે હંમેશાં એક યા બીજી રીતે વૈશ્વિક ભલાઇમાં ફાળો આપ્યો છે.


ગ્લોબલ ટાઇમ્સમાં શું કહેવામાં આવ્યું?

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, સિંઘુઆ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ સ્ટ્રેટેજીના સંશોધન વિભાગના ડિરેક્ટર કિયાન ફેંગે જણાવ્યું હતું કે, PM મોદીની ટિપ્પણી દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને સ્વસ્થ વિકાસના માર્ગ પર પાછા લાવવાના તેમના દૃષ્ટિકોણ સાથે સુસંગત છે. કિયાન ફેંગે કહ્યું કે, કઝાનમાં શી જિનપિંગ અને મોદી વચ્ચેની મુલાકાત બાદ, ચીન-ભારત સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે, બંને પક્ષોએ મહત્ત્વપૂર્ણ સર્વસંમતિ લાગૂ કરી છે, તમામ સ્તરે આદાનપ્રદાન અને વ્યવહારિક સહયોગને મજબૂત બનાવ્યો છે, જેના ઘણા સકારાત્મક પરિણામો મળ્યા છે. ઘણા વર્ષોના મડાગાંઠ પછી, ચીન-ભારત સરહદ મુદ્દો સ્થિર અને વ્યવસ્થાપિત સ્થિતિમાં પાછો ફર્યો છે. આગળ વધતા, બંને પક્ષો વાટાઘાટોના આગામી તબક્કામાં પ્રવેશી શકે છે, જોકે પ્રક્રિયા લાંબી હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. ચીની નિષ્ણાતે એમ પણ કહ્યું કે ચીન-ભારત સરહદ મુદ્દાને ઉકેલવા માટે સતત સંયુક્ત પ્રયાસો અને નિષ્પક્ષ અને ઉચિત ઉકેલ સુધી પહોંચવા માટે બહુ-સ્તરીય રાજદ્વારી પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top