લગ્નના પવિત્ર બંધનમાં માનનાર આપણા સમાજમાં પણ શું ફેલાય રહ્યું છે વાઈફ સ્વેપિંગનું દુષણ..!? જાણો

લગ્નના પવિત્ર બંધનમાં માનનાર આપણા સમાજમાં પણ શું ફેલાય રહ્યું છે વાઈફ સ્વેપિંગનું દુષણ..!? જાણો સમગ્ર હકીકત

04/11/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

લગ્નના પવિત્ર બંધનમાં માનનાર આપણા સમાજમાં પણ શું ફેલાય રહ્યું છે વાઈફ સ્વેપિંગનું દુષણ..!? જાણો

ગુજરાતના સુરતમાંથી તાજેતરમાં જ વાઈફ સ્વેપિંગનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. આવી વિચિત્ર માનસિકતા ધરાવતા 4 ડોક્ટરોને ફિયાન્સીઓની અદલાબદલી કરવાનો નવો શોખ જાગ્યો હતો. પરંતુ એમાંથી એકની ફિયાન્સીએ ના પડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે, આપના સભ્ય સમાજમાં આ પ્રકારનું દૂષણ ક્યાંથી આવ્યું?  


શું હોય છે આ વાઈફ સ્વેપિંગ?

શું હોય છે આ વાઈફ સ્વેપિંગ?

આ વાઈફ સ્વેપિંગ હેઠળ પતિ અને પત્ની પરસ્પર મંજૂરીથી પાર્ટનર બદલે છે. તેના દ્વારા તેઓ પોતાની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી કરે છે. તે એક દિવસ કે પછી એક કરતા વધુ દિવસનું પણ હોઈ શકે છે. કેટલાક લોકોનું કહેવું છે કે, તેનાથી જીવનમાં નવી ઉર્જા આવે છે. કપલ્સની મંજૂરી હોય છે એટલે તેમાં કોઈને કોઈની સાથે બેવફાઈની ફરિયાદ હોતી નથી. જો કે, અપવાદરૂપ કિસ્સામાં એવું પણ બને છેકે, વિકૃત માનસિકતા ધરાવતો પતિ પોતાની પત્નીને મારઝૂડ કરીને અથવા જબરદસ્તી આવું કામ કરાવતો હોય. અને બીજાની સાથે પોતાની પત્નિને સંબંધ બાંધવા દબાણ કરતો હોય, જે એક મોટો ગુનો બને છે. આ પ્રકારનું માનસિક ચલણ વિદેશોમાં વધુ જોવા મળે છે. કારણ કે ત્યાં પતિ-પત્નીના સંબંધોને વધારે મહત્વ નથી આપવામાં આવતું. જો કે આપણા સમાજમાં લગ્ન જેવા પવિત્ર બંધનમાં આવા અદલા-બદલીના વિચારો માન્ય નથી.


કેવી રીતે થઈ વાઈફ સ્વેપિંગની શરૂઆત

કેવી રીતે થઈ વાઈફ સ્વેપિંગની શરૂઆત

એવું કહેવાય છે કે, સેકન્ડ વર્લ્ડ વોરનો સમય હતો. ત્યારે અમેરિકન ફાઈટર પાઈલટ અનેક મોરચે યુદ્ધ કરી રહ્યા હતા. પત્નીઓ દરરોજ તેમના ફાઈટર પતિઓને ગુડલક કિસ આપીને વિદાય આપતી હતી. પરંતુ તેમને એ વાતનો ભરોસો નહતો કે તેઓ રાતે તેમના પાર્ટનરને કિસ કરી શકશે કે નહીં. એવું કહેવાય છે કે આવી હાલતમાં કેટલાક ફાઈટર પાઈલટોએ એક રાતની 'ચેન પાર્ટી' રાખી. પાર્ટીમાં પાઈલટોએ પોતાની કારની ચાવીઓ બોક્સમાં રાખી દીધી. જે પાઈલટના હાથમાં બીજા પાઈલટની ચાવી આવી તેમણે તે રાત તેની પત્ની સાથે વિતાવી. એવું કહેવાય છે કે અહીંથી જ વાઈફ સ્વેપિંગનો પાયો પડ્યો.


વાઈફ સ્વેપિંગ અંગે કાયદો શું કહે છે?

વાઈફ સ્વેપિંગ અંગે કાયદો શું કહે છે?

વાઈફ સ્વેપિંગ દુનિયાના કોઈ પણ દેશમાં કાયદેસર નથી. કપલ્સની મંજૂરી હોય કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ આ માટે કોઈ ખાસ કાયદો પણ નથી. જો પતિ અને પત્ની મંજૂરીથી પાર્ટનર બદલે તો તે પરસ્પર કન્સેન્ટનો મામલો કહેવાય છે. તેમાં કોઈ કેસ ત્યાં સુધી ન થઈ શકે જ્યાં સુધી ત્રીજો પક્ષ તેનાથી પીડિત ન હોય. જો કે કોઈ પરણિત મહિલા કે પુરુષનો એકથી વધુ સાથે સંબંધ બનાવવો કાનૂની ગુનો છે. પકડાય અને દોષિત સાબિત થાય તો IPC ની કલમ 323, 328, 376, 506 હેઠળ કેસ થઈ શકે છે.


મેટ્રો શહેરોમાં 27 ટકા કપલ્સ સામેલ

મેટ્રો શહેરોમાં 27 ટકા કપલ્સ સામેલ

લગભગ એક દાયકા પહેલા ભારતીય નેવીના એક જૂનિયર ઓફિસરની પત્નીએ તેના પતિ અને તેના યુનિટના ઓફિસરો પર ગંભીર આરોપ લગાવ્યો હતો. ઓફિસરની પત્નીએ વાઈફ સ્વેપિંગમાં સામેલ હોવાનો આરોપ લગાવીને સનસની મચાવી હતી. એક સર્વે મુજબ ભારતના મેટ્રો શહેરોના લગભગ 27 ટકા કપલ્સ આ ગતિવિધિઓમાં સામેલ છે. આ આંકડો ચોંકાવનારો છે.

એક જાણકારી મુજબ હાલના દિવસોમાં મોટા શહેરોમાં હાઈ સોસાયટીથી લઈને નાના શહેરો સુદ્ધામાં પત્નીઓની અદલાબદલીનું ચલણ જોવા મળી રહ્યું છે. રિલેશનશિપ સંલગ્ન મામલાઓનું કાઉન્સિલિંગ કરનારા એક્સપર્ટ સાયકોલોજિસ્ટના જણાવ્યાં મુજબ, વાઈફ સ્વેપિંગ આપણા શહેરી કામકાજી લાઈફ સ્ટાઈલનું એક કડવું સત્ય છે. જેનાથી ઈન્કાર કરી શકાય નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top