શું છે CrowdStrike, જેના આઉટેજના કારણે થંભી ગઇ દુનિયા, અહી સમજો વિસ્તારથી

શું છે CrowdStrike, જેના આઉટેજના કારણે થંભી ગઇ દુનિયા, અહી સમજો વિસ્તારથી

07/19/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

શું છે CrowdStrike, જેના આઉટેજના કારણે થંભી ગઇ દુનિયા, અહી સમજો વિસ્તારથી

CrowdStrike ખરાબીના કારણે, Microsoft Windows કમ્પ્યુટરના યુઝર્સ આખી દુનિયામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને કારણે આખી દુનિયામાં ફ્લાઇટ સેવાઓ બંધ થઇ ગઇ છે. સાથે જ બેંક અને શેર માર્કેટનું કામકાજ પણ પ્રભાવિત થઇ રહ્યું છે. ક્રાઉડસ્ટ્રાઇકના એક અપડેટ પછી સમસ્યાઓ શરૂ થઇ. CrowdStrikeએ એરર સ્વીકારી છે અને કહ્યું કે, અમારા એન્જિનિયરો આ સમસ્યાને સારી કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને સપોર્ટ ટિકિટ ઓપન કરવાની કોઇ જરૂરિયાત નથી.


આઉટેજ પાછળનું કારણ છે ફાલ્કન

આઉટેજ પાછળનું કારણ છે ફાલ્કન

એ સિવાય તેમણે એમ પણ કહ્યું છે કે જેવું સમસ્યાનું નિરાકરણ થઇ જશે, તો તેની જાણકારી આપી દેશે. CrowdStrike Windows PC માટે એડવાન્સ સાયબર સિક્યોરિટી સોલ્યૂશન પ્રોવાઇડ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આઉટેજ પાછળનું કારણ તેમની મુખ્ય પ્રોડક્ટ ફાલ્કન છે. તેમાં ટેક્નિકલ એરર છે. વિન્ડોઝ સિસ્ટમને સિક્યોર કરવા માટે આ એક મેજર પ્રોટેક્શન સિસ્ટમ છે. આજ કારણ છે કે દુનિયાભરમાં યુઝર્સ આઉટેજનો સામનો કરી રહ્યા છે.


કેવી રીતે કામ કરે છે Falcon?

કેવી રીતે કામ કરે છે Falcon?

CrowdStrike બાબતે થોડું વધુ સમજીએ, તો તે એક સાયબર સિક્યોરિટી કંપની છે, જે ક્લાઉડ બેઝ્ડ એન્ડપોઇન્ટ પ્રોટેક્શન સોલ્યૂશન્સ પ્રોવાઇડ કરે છે. તેમની મુખ્ય પ્રોડક્ટ ફાલ્કન છે, જે નેટવર્ક અને એન્ડપોઇન્ટ્સ પર મેલેશિયસ ફાઇલ્સ અને બિહેવયરની જાણકારી મેળવવા અને રોકવા માટે AI ટેક્નિકનો ઉપયોગ કરે છે. ફાલ્કન એન્ડપોઇન્ટ સિક્યોરિટી કરી શકે છે, પછી તે ઓનલાઇન હોય કે ઓફલાઇન. CrowdStrike દાવો કરે છે કે આ કંપનીની ટેક્નોલોજી તમારા ઓર્ગેનાઇઝેશન કે પર્સનલ ડીવાઇસને પ્રભાવિત કરવા અગાઉ 99% મેલવેર થ્રેટ્સની જાણકારી મેળવી શકે છે. આઉટેજના કારણે ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને અન્ય દેશોમાં વિઝનેસ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં ઘણા શેર માર્કેટ પ્લેયર્સ અને ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન્સ આઉટેજને કારણે પ્રભાવિત થયા. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે બ્લૂ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર સાથે ફસાયેલી તસવીરો પણ શેર કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top