લોકોને શું લેવા-દેવા? 'દબંગ' ગર્લ સોનાક્ષી સિન્હા ઝહીર સાથે લગ્નના સવાલો પર સોનાક્ષી સિન્હાએ તો

લોકોને શું લેવા-દેવા? 'દબંગ' ગર્લ સોનાક્ષી સિન્હા ઝહીર સાથે લગ્નના સવાલો પર સોનાક્ષી સિન્હાએ તોડ્યું મૌન

06/11/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

લોકોને શું લેવા-દેવા? 'દબંગ' ગર્લ સોનાક્ષી સિન્હા ઝહીર સાથે લગ્નના સવાલો પર સોનાક્ષી સિન્હાએ તો

Sonakshi Sinha Break Silence On Her Wedding : 'દબંગ' ગર્લ સોનાક્ષી સિન્હા 'હીરામંડી ધ ડાયમંડ બજાર'થી ફરી એક વખત ચર્ચામાં આવેલી અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન અંગે ચર્ચામાં છે. એક તરફ આ લગ્નના સમાચાર પર એક્ટરમાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે ત્યારે બીજી તરફ લગ્નના સમાચાર પર 'દબંગ' એક્ટ્રેસે મૌન તોડ્યુ છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના અફેર વચ્ચે બંને 22-23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.


લગ્નને પ્રાઈવેટ રાખવા માગે

લગ્નને પ્રાઈવેટ રાખવા માગે

અહેવાલ તો એવા પણ સામે આવી રહ્યા છે કે, બંને પોતાના લગ્નને પ્રાઈવેટ રાખવા માગે છે. તેથી ગુપ્ત રીતે તમામ તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન અંગે મીડિયામાં ચાલી રહેલી વિવિધ બાબતો પર સોનાક્ષી સિન્હાએ ફાઈનલી મૌન તોડ્યુ છે. સોનાક્ષી સિન્હાની ગણતરી બોલિવુડની એ એક્ટ્રેસમાં થાય છે જે પોતાની વાત એકદમ સ્પષ્ટ કહેવાનું પસંદ કરે છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન અંગે એક્ટ્રેસના પિતા શત્રુઘ્ન સિન્હાના નિવેદન બાદ તેણે આ મામલે મૌન તોડ્યુ છે.


સોનાક્ષી સિન્હાએ લગ્ન અંગે શું કહ્યું?

સોનાક્ષી સિન્હાએ લગ્ન અંગે શું કહ્યું?

એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષી સિન્હાએ પોતાના લગ્ન અંગે ચાલી રહેલી સતત ચર્ચા અંગે વાત કરી અને સ્વીકાર કર્યું કે, હું આ બાબતો પર ધ્યાન નથી આપતી. એક્ટ્રેસે એ પણ સ્વીકાર્યું કે, મને ઘણી વાર મારા લગ્ન અંગે સવાલ પૂછવામાં આવે છે અને હવે તેની આદત પડી ગઈ છે. સોનાક્ષી સિન્હાએ કહ્યું કે, મને દર વખતે આ અંગે પૂછવામાં આવે છે અને હવે મારા માટે તે એક કાનથી સાંભળવું અને બીજાથી કાનથી બહાર કાઢી નાખવા જેવું થઈ ગયું છે. તેણે કહ્યું કે, સૌથી પહેલી વાત એ કે આ કોઈનો બિઝનેસ નથી લોકોને શું લેવા-દેવા? અને બીજું કે, તે મારી પસંદ છે, તો મને એ ખબર નથી પડતી કે, લોકો આ અંગે એટલા ચિંતિત કેમ છે?

અભિનેત્રીએ આગળ કહ્યું કે લોકો મને મારા માતા-પિતા કરતાં વધુ મારા લગ્ન વિશે પૂછે છે, તેથી મને તે ખૂબ જ રમુજી લાગે છે. હવે મને તેની આદત પડી ગઈ છે. પહેલા હું તેનાથી પરેશાન થતી હતી પરંતુ હવે હું તેનાથી પરેશાન નથી થતી. લોકો એક્સાઈટેડ છે હવે આ અંગે આપણે શું કરી શકીએ?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top