દુનિયામાં સૌથી પહેલા ક્યારે શરૂ થયું ટ્રેડ વૉર? આ દેશનો સૌથી મોટો હાથ હતો
Worlds First Trade War: આજના સમયમાં, સમગ્ર વિશ્વનું અર્થતંત્ર એક-બીજા સાથે જોડાયેલું છે. એવામાં, જો કોઈ દેશ કોઈપણ પ્રકારનો આર્થિક નિર્ણય લે છે તો તેની અસર વિશ્વ પર જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ટ્રેડ વૉર અંગે ઘણી ચર્ચા થઈ છે. તાજેતરમાં, જ્યારે ચીને અમેરિકાની ટેરિફ નીતિ પર પ્રતિક્રિયા આપી, તો અમેરિકાએ તેના પર 104 ટકા ટેરિફ લગાવી દીધો. એવામાં, ટ્રેડ વૉર થવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. ચાલો જાણીએ કે ટ્રેડ વૉર ખરેખર શું છે અને પ્રથમ ટ્રેડ વૉર કયા દેશો વચ્ચે થયું હતું.
ટ્રેડ વૉર એ સ્થિતિમાં થાય છે જ્યારે 2 કે તેથી વધુ દેશો એકબી-જા પર ટેરિફ (આયાત કર) લગાવીને વેપાર સંબંધિત પ્રતિબંધો લગાવે છે. જ્યારે આ સિલસિલો જવાબી કાર્યવાહી તરીકે આગળ વધી જાય છે, ત્યારે તેને ટ્રેડ વૉર કહેવામાં આવે છે. તે એવી પરિસ્થિતિમાં શરૂ થાય છે જ્યારે કોઈ દેશને લાગે છે કે બીજો દેશ તેની વિરુદ્ધ અન્યાયી ટ્રેડ નીતિઓ અપનાવી રહ્યો છે. તે એવી સ્થિતિમાં પણ થાય છે જ્યારે કોઈ દેશ પોતાના ઉત્પાદનો ખૂબ જ ઓછા ભાવે બીજા દેશોને વેચે છે અને ત્યાંના સ્થાનિક ઉત્પાદનોને નુકસાન થાય છે.
1653ની આસપાસ સૌપ્રથમ એંગ્લો-ડચ વચ્ચે ટ્રેડ વૉર શરૂ થયું હતું. સૌ પ્રથમ, બ્રિટિશરો એટલે કે ઇંગ્લેન્ડના લોકો, ડચ વ્યપારી શિપિંગ પર હુમલો કરી દેતા હતા. શરૂઆતમાં આ હુમલાઓ નાના-નાના રહ્યા હશે, પરંતુ પછીથી તેણે યુદ્વનું સ્વરૂપ લઇ લીધું હતું. બીજું એંગ્લો-ડચ યુદ્વ સમુદ્ર અને વ્પાર માર્ગોના નિયંત્રણ માટે લડાયું હતું. જ્યાં ઇંગ્લેન્ડે તીવ્ર યુરોપીય વ્યાપારી હરિફાઈના સમયગાળા દરમિયાન વિશ્વના વેપાર પર ડચ પ્રભુત્વનો અંત લાવવાનો પ્રયાસ કર્યો.
જ્યારે વિશ્વમાં ટ્રેડ વૉર ચાલે છે, ત્યારે આયાત ડ્યૂટીને કારણે વસ્તુઓ મોંઘી થઈ જાય છે. તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચીનથી અમેરિકા આવે અને અમેરિકા આ ઉત્પાદનો પર ટેરિફ લગાવે છે, તો આ બધી વસ્તુઓ અમેરિકામાં મોંઘી થશે. આજના સમયમાં, ઉત્પાદનો એસેમ્બલિંગ દ્વારા બનાવવામાં આવે છે, એટલે કે તે ઘણા દેશોના સહયોગથી બનાવવામાં આવે છે. એવામાં, કોઈપણ એક દેશ પર ટેરિફ લગાવવાથી સમગ્ર વૈશ્વિક શૃંખલા ખોરવાઈ જશે. આનાથી ઉત્પાદનમાં વિલંબ થશે જ, પરંતુ ખર્ચ પણ વધશે. એટલે તે ઊંચા ભાવે વેચાશે. એકંદરે, આવી સ્થિતિમાં, સામાન્ય માણસના ખિસ્સા પર ભાર પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp