કોણ છે જાપાનમાં 2 મહિલા ઉમેદવાર, જે પ્રથમ વખત વડાપ્રધાન પદની રેસમાં છે?
જાપાનમાં નવા વડાપ્રધાનની પસંદગી થવા જઇ રહી છે. ફુમિયો કિશિદાના રાજીનામા બાદ દેશની સત્તાધારી પાર્ટીના નેતૃત્વની માટેની રેસ ઔપચારિક રૂપે શરૂ થઇ ગઇ છે. 9 ઉમેદવારો મેદાનમાં છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રેસમાંથી ખસી ગયા બાદ આ રેસ વધુ ખુલ્લી બની છે, પરંતુ વડાપ્રધાનની રેસમાં 2 મહિલા ઉમેદવારો સૌથી આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાપાનના ઇતિહાસમાં આ પ્રથમ વખત બનશે, જ્યારે વડાપ્રધાન પદની રેસમાં 2 મહિલાઓ સૌથી આગળ છે.
27 સપ્ટેમ્બરે વડાપ્રધાનને ચૂંટી લેવામાં આવશે, પરંતુ આ પસંદગી જનતા દ્વારા નહીં, પરંતુ અત્યારે જે સત્તામાં છે એ પાર્ટી દ્વારા કરવામાં આવશે. જાપાનમાં હાલમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ની સરકાર છે. જેની આંતરિક ચૂંટણી થશે, પરંતુ આપણે વાત કરીશું એ બે મહિલા ઉમેદવારો વિશે જેઓ વડાપ્રધાન પદની રેસમાં છે. એકનું નામ સાને તાકાઇચી છે, જે હાલમાં જાપાનના સુરક્ષા મંત્રી છે અને બીજાનું નામ યોકો કામિકાવા છે, જે જાપાનના વિદેશ મંત્રી છે.
તાજેતરના ઓપિનિયન પોલ્સ અનુસાર, વર્તમાનમાં તાકાઇચી આર્થિક સુરક્ષા મંત્રી, અગ્રણી દાવેદારોમાંના એક છે. મોટે મોટાભાગે યાસુકુની તીર્થસ્થળની મુલાકાત લે છે, જેને જાપાનના પડોશીઓ ભૂતકાળના સૈન્યવાદનું પ્રતિક માને છે. 63 વર્ષીય તાકાઇચીની ખાસ વાત એ છે કે જો તેઓ પાર્ટીની આંતરિક ચૂંટણી જીતશે તો તેઓ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે. જો કે, તેમના માર્ગમાં હજુ પણ ઘણા અવરોધો છે.
કામિકાવા એક થિંક-ટેન્ક સંશોધક હતા, જેમાં કોઇ રાજકીય સંબંધ નહોતો, તેઓ આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવા સંસદમાં પ્રવેશવા માંગતા હતા. ટોક્યો યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ, કામિકાવાએ વિચાર્યું કે તેઓ કંઇપણ કરી શકે છે. તેમના માટે, રાજકારણ, જે લાંબા સમયથી રાજકીય પરિવારોના પુરુષોનું ક્ષેત્ર હતું, તે બરબાદ કરવા જેવું લાગતું હતું. કામિકાવાને 2000માં જાપાનના નીચલા ગૃહમાં પોતાની પ્રથમ બેઠક જીતવા માટે 7 વર્ષ અને 2 ચૂંટણીઓ લાગી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp