Ratan Tata Love Story: રતન ટાટાએ કેમ ન કર્યા લગ્ન, ચીનના કારણે કેવી રીતે તૂટ્યા ગર્લફ્રેન્ડ સાથે સંબંધો!
રતન ટાટાએ 9 ઓક્ટોબર 2024ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધી. રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયા છોડી ત્યારે સૌની આંખો ભીની થઇ ગઇ હતી. અને એમ થાય પણ કેમ નહીં, ખબર નહી એવા કેટલાય લાખો અને કરોડો લોકો હશે જેઓ ક્યારેય રતન ટાટાને મળ્યા નથી પરંતુ રતન ટાટાએ તેમના જીવનને પ્રભાવિત કર્યું છે. જ્યારે હવે રતન ટાટાનું નિધન થઇ ગયું છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાની રીતે તેમને યાદ કરી રહ્યા છે. આવી જ એક કહાની તેમની લવ સ્ટોરી વિશે છે.
રતન ટાટાએ લગ્ન નહોતા કર્યા અને પોતાના જીવન અંગે વધુ વાત કરતા નહોતા. જો કે, કેટલાક પ્રસંગોએ તેમણે પોતાના પરિવાર અને ગર્લફ્રેન્ડ વિશે વાત કરી હતી. તેમની એક લવ સ્ટોરી 1962ના ભારત-ચીન યુદ્ધ સાથે પણ જોડાયેલી છે, આ યુદ્વના કારણે તેમના લગ્ન લગભગ થતા થતા રહી ગયા હતા. વર્ષ 2020માં, લોકપ્રિય ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેના એક ઇન્ટરવ્યૂમાં, રતન ટાટાએ લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. આ 50ના દાયકાના અંતમાં અને 60ના દાયકાની શરૂઆતી વર્ષો દરમિયાનની વાત છે. રતન ટાટાને અમેરિકાના લોસ એન્જિલ્સમાં એક છોકરી સાથે પ્રેમ થઇ ગઇ હતી અને તેઓ લગ્નની તૈયારી કરી રહ્યા હતા.
હ્યુમન્સ ઑફ બોમ્બેને આપેલા ઇન્ટરવ્યૂમાં રતન ટાટાએ કહ્યું હતું કે, 'હું તે દિવસોમાં લોસ એન્જિલ્સમાં હતો. અહીં હું જે છોકરીના પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો. એ સમયે મેં કામમાંથી બ્રેક લઇને થોડો સમય ભારત પરત ફરવાનું નક્કી કર્યું. તેનું કારણ મારી દાદી હતા, તેઓ સતત બીમાર રહેતા હતા અને હું તેમને મળવા માગતો હતો. હું સાત વર્ષથી બીમાર મારી દાદીને મળવા ભારત આવ્યો હતો અને મારી ગર્લફ્રેન્ડને મારી સાથે ભારત આવવા કહ્યું હતું. એ 1962ના ભારત-ચીન યુદ્ધનો સમય હતો. છોકરીના માતા-પિતા ભારતની પરિસ્થિતિથી ડરી ગયા અને તેને મારી સાથે મોકલવાની ના પાડી દીધી. આ રીતે આ સંબંધ તૂટી ગયા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp