વિક્રાંત મેસીએ શા માટે ફિલ્મોમાંથી ‘બ્રેક’ લીધો? હવે સાચું કારણ સામે આવ્યું
Vikrant Massey: હિન્દી સિનેમાનો લોકપ્રિય અભિનેતા વિક્રાંત મેસી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. વાસ્તવમાં, તાજેતરમાં વિક્રાંત મેસીએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ફિલ્મોમાંથી બ્રેક લેવાની વાત કરી હતી. જો કે, કેટલાક લોકો સમજી ગયા હતા કે કદાચ વિક્રાંત મેસી ફિલ્મોમાંથી નિવૃત્તિ લઇ રહ્યો છે અને હવે તે સ્ક્રીન પર જોવા નહીં મળે. આ સમાચાર સામે આવતા જ અભિનેતાના ચાહકોનું દિલ તૂટી ગયું હતું અને બધા નિરાશ દેખાતા હતા. આ દરમિયાન હવે એવું કારણ પણ સામે આવ્યું છે કે અભિનેતાના આ બ્રેક પાછળનું કારણ શું છે?
હકીકતમાં, તાજેતરમાં વિક્રાંત અને તેની ટીમના નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે આ તેની આગામી ફિલ્મ ' ઝીરો સે રીસ્ટાર્ટ'ના પ્રચાર માટેનો સ્ટંટ છે. જો કે વિક્રાંતે એવું પહેલીવાર કર્યું નથી. તે અગાઉ પણ એમ કરી ચૂક્યો છે. આ દરમિયાન, હવે અભિનેતા પણ કામ પર પાછો નજરે પડ્યો છે. વિક્રાંતના 'બ્રેક' લેવાના સમાચારને લોકોએ નિવૃત્તિ ગણાવતા જ અભિનેતાએ સ્પષ્ટતા કરી કે તે થોડા સમય માટે અભિનયમાંથી બ્રેક લઇ રહ્યો છે અને તેણે કોઇ નિવૃત્તિ લીધી નથી. ફિલ્મોમાંથી બ્રેક લેવાના અહેવાલો વચ્ચે, વિક્રાંત ફરીથી કામ પર જોવા મળ્યો છે.
જી હાં, તાજેતરના અહેવાલો અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો છે કે અભિનયમાંથી 'બ્રેક'ની જાહેરાત બાદ, વિક્રાંત મેસી 2025માં તેની આગામી 2 ફિલ્મોમાંથી એક 'આંખો કી ગુસ્તાખિયાં'માં જોવા મળશે, જેમાં શનાયા કપૂર સાથે દહેરાદૂનમાં શૂટિંગ પૂરું કરવા માટે જોવા મળ્યો હતો. આ દરમિયાન વિક્રાંત બ્લેક પફરવાળી જેકેટ પહેરીને જોવા મળ્યો હતો.
એટલું જ નહીં, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથેની તેની મુલાકાતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે વિક્રાંત તેની સાથે હાથ મળાવી રહ્યો છે અને બંને એકબીજા સાથે વાત પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં શનાયા પણ જોવા મળી રહી છે. આ સમય દરમિયાન, અભિનેત્રીએ ડેનિમ પેન્ટ સાથે સ્વેટર પહેર્યું હતું, જેમાં તેનો સિમ્પલ લૂક પણ શાનદાર લાગતો હતો.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ વિક્રાંત મેસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે તે થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લેવા માગે છે. ત્યારબાદ અભિનેતાએ એક ઇન્ટરવ્યૂમાં પણ આ વિશે વાત કરી અને કહ્યું કે હું ફિલ્મોમાંથી નિવૃત્તિ લઇ રહ્યો નથી, પરંતુ બ્રેક લઇ રહ્યો છું. તેનું કહેવું હતું કે, બસ તે થાકી ગયો હતો અને તેથી લાંબા બ્રેક પર જવા માગે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp