રણવીર સિંહના ફોટા પર પત્ની દીપિકાની કમેન્ટે જીતી લીધું ફેન્સનું દિલ

રણવીર સિંહના ફોટા પર પત્ની દીપિકાની કમેન્ટે જીતી લીધું ફેન્સનું દિલ

06/20/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

રણવીર સિંહના ફોટા પર પત્ની દીપિકાની કમેન્ટે જીતી લીધું ફેન્સનું દિલ

દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) બોલિવુડની સૌથી હોટ જોડીઓમાંથી એક છે. ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન બંનેમાં એમની કેમેસ્ટ્રી આગ લગાવી દે છે, આ બંને એકબીજા માટે પોતાના પ્રેમભર્યા પોસ્ટથી ફેન્સનું દિલ જીતવામાં હંમેશાં સફળ રહ્યા છે, સાથે જ રણવીર અને દીપિકા એકબીજા માટેના પોતાનું પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય અચકાતા નથી. હાલમાં જ રણવીર સિંહે પિંકવિલા સ્ટાઈલ (Pinkvilla style) આઇકોન એવોર્ડ્સ (Icon Awards) દરમિયાન એવોર્ડ જીત્યો, ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા (Social media) પર પોતાની ખુશી શેર કરી હતી, પણ જે વસ્તુએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું, તે હતી તેની પત્ની દીપિકાની કમેન્ટ.


પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણવીર સિંહે પિંકવિલા સ્ટાઈલ આઇકોન એવોર્ડ્સમાં કબીર ખાન પાસેથી એવોર્ડ લેતા સમયનો ફોટો શેર કર્યો છે, ફોટોમાં રણવીર બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘Thankyou @pinkvilla #pinkvillastyleicons Thankyou@kabirkhankk.’ આના પર રીએક્ટ કરતા દીપિકાએ લખ્યું કે, અમારો આખો કબાટ કુકીઝથી ભરેલો છે! પણ કોણ કાળજી કરે છે, આવતા રહો! 


દીપિકા પાદુકોણની પાસે અનેક રસપ્રદ ફિલ્મો છે, તે ટૂંક સમયમાં જ પ્રભાસની સાથે ‘પ્રોજેક્ટ K’માં જોવા મળશે. આ ઉપરાંત, તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’માં પણ કામ કરી રહી છે. તેમજ, દીપિકા અમેરિકન કોમેડી-ડ્રામા ‘ધ ઇન્ટર્ન’માં પણ કામ કરશે, જેમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય રોલમાં રહેશે. આ બધા ઉપરાંત દીપિકા રિતિક રોશનની સાથે ફિલ્મ ‘ફાઈટર’માં જોવા મળશે. જો રણવીર સિંહની વાત કરવામાં આવે તો, તે ટૂંક સમયમાં જ આલિયા ભટ્ટની સાથે ‘રોકી અને રાનીની પ્રેમ કહાની’માં જોવા મળશે.


રણવીર સિંહ પોતાનામાં એક ફાયરક્રેકર લઈને ફરે છે. તે જ્યાં જાય છે ત્યાં ધમાલ મચાવે છે, કંઈક ને કંઈક નવું કરતો જ હોય છે. કંઈક એવું જ થયું હતું ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના ગીત લોન્ચ ઇવેન્ટમાં. આ દરમિયાન રણવીર સિંહે તેની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણના જોરદાર વખાણ કર્યા હતા. આટલું જ નહીં, રણવીર સિંહે મીડિયા સામે કબૂલ્યું કે, દીપિકા પાદુકોણના તેના જીવનમાં પ્રવેશ્યા પછી જ બધું બદલાઈ ચૂક્યું છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top