ભારતીય ટીમના આફ્રિકા પ્રવાસ પર સંકટના વાદળ, રદ કરવા અંગે ગાંગુલીએ કહ્યું..

ભારતીય ટીમના આફ્રિકા પ્રવાસ પર સંકટના વાદળ, રદ કરવા અંગે ગાંગુલીએ કહ્યું..

12/01/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારતીય ટીમના આફ્રિકા પ્રવાસ પર સંકટના વાદળ, રદ કરવા અંગે ગાંગુલીએ કહ્યું..

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ઇન્ડિયન ટીમની આ સિરીઝને લઈને ટીમ તેમજ ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ભારત આજ સુધી આફ્રિકાની ધરતી પર ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. પરંતુ બીજી તરફ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ના આગમનના કારણે સીરીઝ પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. જેની વચ્ચે, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ પ્રવાસ અંગે આખરે મૌન તોડ્યું છે.


બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, હાલમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે અને BCCI કોવિડ-19 વેરિયન્ટના કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું, 'અત્યાર સુધીની પરિસ્થિતિને જોતા આ પ્રવાસ રદ કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. અમારી પાસે હજુ પણ નિર્ણય લેવાનો ઘણો સમય છે. પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી યોજાશે. અમે આ મામલે વિચાર કરી રહ્યા છીએ.’

હાલના શેડ્યુલ અનુસાર, ભારત 3 ડિસેમ્બરથી મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામે બીજી અને અંતિમ ટેસ્ટ રમશે. જે પૂર્ણ થયા બાદ ટીમ ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં 8 અથવા 9 ડિસેમ્બરે જોહાનિસબર્ગ જવા રવાના થશે. ગાંગુલીએ કહ્યું, ‘ખેલાડીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા હંમેશા BCCIની પ્રથમ પ્રાથમિકતા રહી છે. આગામી દિવસોમાં શું થાય છે તે જોઈશું.’


હાર્દિક જલ્દીથી ટીમમાં પાછો ફરશે

ઉપરાંત, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સમર્થનમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું છે કે તે સંપૂર્ણ ફિટનેસ મેળવીને ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવી લેશે. તેમણે કહ્યું, 'તે એક સારો ક્રિકેટર છે. તે ફિટ ન હોવાના કારણે ટીમમાં ન્થી. તે યુવાન છે, મને આશા છે કે તે ઈજામાંથી સાજો થઈને જલ્દીથી વાપસી કરશે.’


સાઉથ આફ્રિકામાં ભારતીય ક્રિકેટ ટીમના રેકોર્ડની વાત કરીએ તો આજ સુધી આ ટીમ ત્યાં ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. વિરાટ કોહલીના સુકાનીપદે જ્યારે ટીમ 2018માં સાઉથ આફ્રિકા ગઈ હતી ત્યારે શાનદાર પ્રદર્શન કરીને પરત ફરી હતી. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી પણ  જીતવાની ઘણી નજીક હતી, પરંતુ રસાકસીની મેચ બાદ 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે ટીમ ઈન્ડિયા વધુ શક્તિશાળી બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સમગ્ર વિશ્વમાં પોતાનો ઝંડો લહેરાવી રહેલી વિરાટ સેના આ વખતે આફ્રિકન ટીમને હરાવીને પોતાનો રેકોર્ડ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top