વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો રદ થવાથી ભાગ લઈ રહેલી કંપનીઓને 300 કરોડનું નુકસાન

વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો રદ થવાથી ભાગ લઈ રહેલી કંપનીઓને 300 કરોડનું નુકસાન

01/07/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો રદ થવાથી ભાગ લઈ રહેલી કંપનીઓને 300 કરોડનું નુકસાન

કોરોના મહામારીનાં વધતા સંક્રમણનાં પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ2022મોકૂફ કરી દેવામાં આવી છે. 10, 11 અને 12 જાન્યુઆરીનાં રોજ યોજાનારી10મી વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થવાનું હતું. પરંતુ કોરોના મહામારીનાં વધતા કેસનાં પરિણામે રાજ્ય સરકારે આગમચેતીનાં પગલાં લેતા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો રદ કરવો પડ્યો, જેના કારણે 250થી 300 કરોડ રૂપિયાનું રોકાણ માથે પડ્યું હતું.

રોકાણ પાણીમાં ગયું

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવમી જાન્યુઆરીએ યોજાનાર આ ટ્રેડ શો સાથે સંકળાયેલી કંપનીઓએ ભારે નુકસાની વેઠવી પડી છે. નાનાં વેન્ડરો આ ઇવેન્ટ માટે પોતાનાં પેવિલિયન સ્થાપી રહ્યાં હતા પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ થવાની જાહેરાત થતા તેમનું રોકાણ પાણીમાં ગયું. આ ટ્રેડ શો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨નાં આગલા દિવસે યોજાવાનો હતો.

આ ટ્રેડ શોનું આયોજન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું હતું, જેમાં વિવિધ સેક્ટરના પ્રોજેક્ટ રજૂ થવાના હતા. ગુજરાત સરકારે આ કાર્યક્રમ માટે ૧૩ મુખ્ય ક્ષેત્રોને અલગ તારવ્યા હતા. જેમાંઇલેક્ટ્રિકલ વ્હીકલ ડિસ્પ્લે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના પેવિલિયન મુખ્ય હતા. આ ઉપરાત કેન્દ્ર અને રાજ્ય સરકારના મુખ્ય પ્રોજેક્ટ માટેના પેવિલિયન પણ હતા.

સ્ટ્રેન્થ અને વિઝન દર્શાવી શકે

એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પ્રમોટરે જણાવ્યું કે, તેઓએ બે કોર્પોરેટ માટે થિમ પેવિલિયન ડિઝાઇન કરીને તૈયાર કર્યા હતા. કામ અડધું થયું ત્યાં શો રદ થવાની જાહેરાત થતા મહેનત પાણીમાં ગઈ અને નુકશાન થયું તે અલગ. તાત્કાલિત જગ્યા ખાલી કરવાની હોવાથી બધું સમેટી લેવું પડ્યું અને કોઈ આવક ન થઈ.

આ કાર્યક્રમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેડ શો માટે કુલ રૂ. 250થી 300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. કંપનીઓ અહીં પોતાની સ્ટ્રેન્થ અને વિઝન દર્શાવી શકે તેમજ કેટલીક કંપનીઓ પોતાનું સ્ટાર્ટ અપ અથવા પ્રોડક્ટ રજૂ કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.

એક અધિકારીએ કહ્યું કે સરકારે અમને ભાડું રિફંડ આપવાની ખાતરી આપી છે, પરંતુ પેવિલિયન બનાવવામાં જે ખર્ચ થયો તે ગુમાવવો પડ્યો છે.

વાઇબ્રન્ટ સમિટને 19 વર્ષ બાદ મોકૂફ રાખવામાં આવી

વાઇબ્રન્ટ સમિટને 19 વર્ષ બાદ મોકૂફ રાખવામાં આવી

વર્ષ 2021માં પણ કોરોનાને કારણે વાઇબ્રન્ટ સમિટ યોજાઇ ન હતી અને આ વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું હતું.મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ સમગ્ર વાઇબ્રન્ટ સમિટનાં આયોજન માટે તૈયારી કરતા હતા પરંતુ રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં વધેલા કોરોનાનાં કેસના પરિણામે વર્ષ 2003થી યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને19 વર્ષ બાદ મોકૂફ રાખવામાં આવી છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top