રેલવે સ્ટેશનો પર તમે ઉઠાવી શકશો ફ્રી WiFiનો આનંદ..'ક્યાં ક્યાં મળશે ફ્રી વાઈ-ફાઈનો લાભ? જાણો એ કેવી રીતે?
Railway Station Free Wifi : ઈન્ટરનેટ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો રોલ નિભાવી રહ્યું છે. આ વાત ભારતીય રેલવે પણ જાણે છે. એવામાં ભારતીય રેલવેએ યાત્રીને સુવિધા આપવા માટે Free Wifiની સુવિધા શરૂ કરી છે. હવે ભારતીય રેલવે દેશના બધા રેલવે સ્ટેશન પર હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપી રહ્યું છે.
હવે યાત્રી અડધા કલાક સુધી ફ્રી-વાઈફાઈનો ઉપયોગ કરી શકે છે. આ Free Wifi રેલટેલ રેલવાયરના નામથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. અડધા કલાક બાદ પણ યાત્રી Free Wifiનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ તેના માટે યાત્રીને પૈસા આપવા પડશે. રેલવેએ 10 રૂપિયાથી ઈન્ટરનેટ પેક શરૂ કર્યું છે.
જણાવી દઈએ કે Free Wifiનો લાભ ફક્ત રેલવે સ્ટેશન પર જ મળે છે. ટ્રેનમાં મુસાફરી વખતે રેલવાયર કામ નથી કરતા. તમે રેલવાયરના ઈન્ટરનેટ પેકની જાણકારી તેમની વેબસાઈટ railwire.co.inથી લઈ શકો છો. જો તમે રેલવાયરનું ઈન્ટરનેટ પેક ખરીદવા માંગો છો તો તમે નેટ બેંકિંગ, વોલેટ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
Free Wifiમાં 1Mbpsની સ્પીડ ઓફર કરવામાં આવે છે. ત્યાં જ ઈન્ટરનેટ પેકમાં 34Mbpsની સ્પીડ મળે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં ખબર પડી કે રેલવે સ્ટેશનો પર દર મહિને 46 લાખ GBથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp