Video: રીલ બનાવવા બિલ્ડિંગ પર લટકવું છોકરીને મોંઘું પડ્યું, વીડિયો વાયરલ થતાં જ પોલીસે કરી કાર્યવાહી
રીલ્સ બનાવવા, તેના વીડિયો અપલોડ કરવા અને રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ જવાની ઘેલછા જિંદગી પર ભારે પડી શકે છે. એવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેનું પરિણામ ખતરનાક આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે એક છોકરી મિત્રનો હાથ પકડીને ઊંચી બિલ્ડિંગ પર લટકી રહી છે. ઇમારતની ઊંચાઈ અને છોકરીની હરકત જોઈને રૂવાડા ઊભા થઈ જશે. આ વીડિયોને લઈને પોલીસે સખત કાર્યવાહી કરી છે.
એજન્સી મુજબ આ ઘટના મુંબઈ-બેંગ્લોર હાઇવેથી દૂર નરહે વિસ્તારની છે. અહી એક સામસૂમ ઇમારતની છત પર 2 પુરુષો સાથે એક છોકરી પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો અહી રીલ બનાવવા ગયા હતા. બિલ્ડિંગની છત પર એક યુવક સૂતો છે અને તેનો હાથ પકડીને છોકરી બિલ્ડિંગથી લટકવા લાગી. આ દરમિયાન અન્ય યુવક વીડિયો બનાવી રહ્યો હતો. તો કેટલાક લોકો બિલ્ડિંગની નીચેથી વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયો બનાવવાને લઈને છોકરીએ પોતાની જિંદગી જોખમમાં નાખી.
??😭😭 pic.twitter.com/cpZiATLO6M — Ghar Ke Kalesh (@gharkekalesh) June 20, 2024
??😭😭 pic.twitter.com/cpZiATLO6M
આ વીડિયો જ્યારે વાયરલ થયો તો પૂણે પોલીસે કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી. પોલીસે આ મામલે શુક્રવારે IPCની કલમ 308 જોડી દીધી. પોલીસનું કહેવું છે કે એક પુરુષ અને એક મહિલા વિરુદ્ધ ઈરાદા વિના હત્યાના પ્રયાસના કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ લોકોએ સોશિયલ મીડિયા માટે એક વીડિયો માટે જીવલેણ સ્ટંટ કર્યું હતું. ગુરુવારે આ વીડિયો વાયરલ થયો હતો. વીડિયો મળ્યા બાદ પોલીસે IPCની કલમ 336 (બીજાઓનો જીવ કે વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં નાખવા) હેઠળ કેસ નોંધ્યો હતો.
ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, કેસ નોંધાયા બાદ તેમાં વધારાની કલમ 308 જોડવામાં આવી છે. બંને આરોપી એથલીટ છે. તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને ફટકાર લગાવવા સાથે નોટિસ આપી. કલમ 308 હેઠળ કોઈ વ્યક્તિને 3 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. પોલીસ લોકોને અપીલ કરતાં કહ્યું કે, તેઓ ફેમસ થવાના ચક્કરમાં આ પ્રકારના ખતરનાક સ્ટંટ ન કરે, તેનાથી જિંદગી જોખમાં મુકાઇ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp