કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી દીધી છે. આ આપત્તિમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો હજુ પણ ગુમ છે. વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધી પણ દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ બરબાદ થયેલા વિસ્તારોની મુલાકાત લઇને પીડિત લોકો સાથે વાત કરી હતી. જો કે આ દરમિયાન એક સ્થાનિક યુવક રાહુલ ગાંધી પર રોષે ભરાઇ ગયો હતો. વ્યક્તિએ એમ પણ કહ્યું કે રાહુલ વાયનાડના સાંસદ છે, કોઈ પ્રવાસી નથી, જે કારમાંથી નીચે ઉતરી રહ્યા નથી. ચાલો જાણીએ આ સમગ્ર મામલા વિશે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ભૂસ્ખલનથી પ્રભાવિત ચૂરલમાલા અને મુંડક્કઈની મુલાકાત લીધી હતી. બાધિત વિસ્તારોમાં તેઓ અને પ્રિયંકા ગાંધી પગપાળા ગયા. જો કે, જ્યારે તેઓ મુંડક્કઈથી પરત ફરી રહ્યા હતા ત્યારે બેલી બ્રિજ પાસે એક વ્યક્તિએ તેમને કારમાંથી નીચે ઉતરવા કહ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીની ગાડી ન રોકાઈ તો તે વ્યક્તિ નારાજ થઈ ગયો. રાહુલ ગાંધીની કાર ન રોકાવાથી નારાજ વ્યક્તિએ કહ્યું કે તમે અમારા સાંસદ છો. અમે તમને જીતાડીને મોકલ્યા છે, તમે કારમાંથી નીચે ઉતરો. રાહુલ ગાંધી સાથે આવેલા સ્થાનિક ધારાસભ્યને યુવકે કહ્યું કે તમે મને ધમકાવી નહીં શકો, મારા બચાવ માટે પણ અહીં લોકો છે. પછી યુવક મીડિયા સામે બોલ્યો કે, તેઓ કોઇ ટૂરિસ્ટ નથી, જે કારમાંથી નીચે ઉતરી રહ્યા નથી, તેઓ સાંસદ છે.
વ્યક્તિ: અમે તમને સાંસદ/ધારાસભ્ય બનાવીને મોકલ્યા છે, જો તેઓ નીચે ન ઉતર્યા તો હું તેમને જવા નહીં દઉં, હું રસ્તો રોકીશ.
MLA: ચૂપ થઇ જાવ
વ્યક્તિઃ રાહુલ ગાંધીની કાર પાસે જઈને – તમે એક મિનિટ રાહ જુઓ, તમને અમે જીતાડીને મોકલ્યા છે, તમે 2 મિનિટ માટે નીચે આવો, ધારાસભ્ય સાહેબ તમે તેમને નીચે ઉતરવા કહો. સાહેબ, તમે અહીંના સાંસદ છો.
વ્યક્તિ ધારાસભ્ય પાસે જઇને: તમે એ ન ભૂલશો કે અમે જ તમને આ લાયક બનાવ્યા છે.
વ્યક્તિ મીડિયાને: ભલે ગમે તે થઇ જાય, કારમાંથી બહાર ઉતરવું પડશે, હું તેમને જવા નહીં દઉં, હું તેમનો રસ્તો રોકીશ, ભલે આર્મી પણ આવી જાય, મને કોઈ ફરક નથી, કારમાંથી બહાર આવી રહ્યા નથી, અહીં શું ફરવા આવ્યા છો? તેઓ કરવા શું આવ્યા છે?