06/27/2025
રથયાત્રાના દિવસે મેહુલના અમીછાંટણાને અત્યંત શુભ માનવામાં આવે છે. અષાઢી બીજના દિવસે મેઘરાજાની અમીવર્ષાની તો આતુરતાથી રાહ જોવાતી હોય છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી આખું રાજ્ય ભારે વરસાદમાં ગરકાવ થઇ ગયું છે અને હવે મેઘરાજા થોડા ટાઢા પડે તેવી ઈચ્છા દાખવી રહ્યું છે. ત્યાં હવામાન વિભાગે આજે પણ આગાહી આપી છે કે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસસે છે. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદનું અનુમાન છે.
મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને તે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત, પાકિસ્તાન ઉપરથી ખેંચાઈને કચ્છ ઉપર પહોંચેલી એક નવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમ્સના સમન્વયથી અરબી સમુદ્ર પરથી મોઈશ્ચર ટ્રફ રેખા બની રહી છે, જે રાજ્યમાં પુષ્કળ ભેજ ખેંચી લાવશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે