1500 રૂપિયા માટે એક પરિવારના 3 લોકોએ કરી લીધી આત્મહત્યા, પુત્રએ ફાંસી લગાવી તો માતા-પુત્રીએ ઝેર ખાઈ લીધું
ગોરખપુરના હરપુર બુદહટ પોલીસ સ્ટેશન વિસ્તારના કુચડેહરી ગામમાંથી એક ખૂબ જ દુઃખદ અને આઘાતજનક સમાચાર આવ્યા છે, જ્યાં એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરી છે. 1500 રૂપિયાના વિવાદને કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મોહિત કનૌજિયા (18), જે મુંબઈમાં કપડા પ્રેસર તરીકે કામ કરતો હતો. મંગળવારે તે પોતાની માતા કૌશલ્યા દેવી અને બહેન સુપ્રિયા સાથે દવા ખરીદવા બજારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે પોતાની માતા પાસે મોબાઈલ રિપેર કરાવવા માટે 1500 રૂપિયા માગ્યા. પૈસા ન મળવાથી તે ગુસ્સે થઈને ઘરે પાછો ફર્યો અને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
જ્યારે માતા અને બહેન ઘરે પહોંચ્યા, ત્યારે તેમણે દરવાજો બંધ જોયો. પડોશીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો અને અંદર જોયું તો મોહિત લટકતો મળી આવ્યો. માતા અને બહેને મૃતદેહને ગળે લગાવ્યો અને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. માતા કૌશલ્યા દેવી (55) અને બહેન સુપ્રિયા (14) આ આઘાત સહન ન કરી શક્યા અને ઝેર ખાઈ લીધું. ગ્રામજનોએ પોલીસને જાણ કરી અને બંનેને તાત્કાલિક મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ગુરુવારે પહેલા સુપ્રિયા અને પછી કૌશલ્યા દેવીનું મોત થઈ ગયું.
SP ઉત્તર જીતેન કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે આ પારિવારિક વિવાદનો મામલો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે, મોહિતના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તેને 2 સ્નેહલતા અને શશીલતા નામની બહેન છે જે પરિણીત છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp