પાકિસ્તાનની ઘોર બેઇજ્જતી! જેને પોતાનું ફાઇટર એરક્રાફ્ટ ગણાવ્યું, તે તો વીડિયો ગેમનો એક હિસ્સો નીકળ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. તેણે પોતાના યુદ્ધ જહાજો સમુદ્રમાં મોકલ્યા છે, પરંતુ તેની શરૂઆત પાકિસ્તાને જ કરી હતી. પાકિસ્તાને તેની સરહદ નજીક સમુદ્રમાં કવાયત શરૂ કરી હતી. આ દરમિયાન, પાકિસ્તાનની પોલ ખુલી ગઈ. તેના તરફથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ફાઇટર એરક્રાફ્ટ દેખાતા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, પાકિસ્તાની વાયુસેનાએ X પર એક વીડિયો શેર કર્યો. આ ફૂટેજ એક વીડિયો ગેમનો હિસ્સો હોવાનું બહાર આવ્યું. પાકિસ્તાન વાયુસેનાએ તેમાં તુર્કીના ફાઇટર એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે પોતાના હોવાનો દાવો કર્યો હતો. તેનો ખુલાસો X પર જ થયો હતો.
પાકિસ્તાન વાયુસેના દ્વારા જે વીડિય શેર કરાયો છે, તેમાં ફૂટેજનો કેટલોક ભાગ એક વીડિયો ગેમનો પણ છે. જેના કારણે પાકિસ્તાને પોતાની જ ફજેતી કરાવી નાખી. પાકિસ્તાને તાજેતરમાં તુર્કી પાસેથી મદદ માગી હતી. અહેવાલો અનુસાર, તુર્કીથી એક ગુપ્ત વિમાન પાકિસ્તાન પહોંચ્યું હતું. તેમાં ગોળા-બારૂદ હતા. પાકિસ્તાનને ભારતનો ડર છે. તેને ભય છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઘણા સ્થાનિક આતંકવાદીઓના ઘરોનો નાશ કરવામાં આવ્યો હતો. પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલામાં ઘણા સ્થાનિક આતંકવાદીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. ભારતીય સેનાએ પણ LoC પર ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ઘૂસણખોરીનો પ્રયાસ કરતા ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp