રક્ષા મંત્રી ખવાજા આસિફ બાદ પાકિસ્તાનના વધુ એક નેતાએ કબૂલ્યું- પાકિસ્તાનનો ઇતિહાસ આતંકવાદથી ભરે

રક્ષા મંત્રી ખવાજા આસિફ બાદ પાકિસ્તાનના વધુ એક નેતાએ કબૂલ્યું- પાકિસ્તાનનો ઇતિહાસ આતંકવાદથી ભરેલો રહ્યો છે

05/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

રક્ષા મંત્રી ખવાજા આસિફ બાદ પાકિસ્તાનના વધુ એક નેતાએ કબૂલ્યું- પાકિસ્તાનનો ઇતિહાસ આતંકવાદથી ભરે

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના અમેરિકા માટે ગંદા કામ કરવાના નિવેદન પરનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. બિલાવલ ભુટ્ટોએ પણ એજ સૂર આલાપતા સ્વીકાર્યું છે કે પાકિસ્તાનનો ઇતિહાસ આતંકવાદથી ભરેલો રહ્યો છે.


બિલવલ ભુટ્ટોએ ખવાજા આસિફના નિવેદનનું કર્યું સમર્થન

બિલવલ ભુટ્ટોએ ખવાજા આસિફના નિવેદનનું કર્યું સમર્થન

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે જ્યાં સુધી રક્ષા  મંત્રી ખ્વાજા આસિફના નિવેદનનો સવાલ છે. મને નથી લાગતું કે આ કોઈ સિક્રેટ છે, પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે. તેનાથી પાકિસ્તાનને નુકસાન થયું છે. અમે દરેક વખતે કટ્ટરવાદનો સામનો કર્યો છે. પરંતુ ભલે તેનાથી અમને નુકસાન થયું હોય, પરંતુ અમે તેમાંથી એક બોધ લીધો છે. આ સમસ્યાના ઉકેલ માટે અમે આંતરિક સુધારા પણ કર્યા છે.

ભુટ્ટોએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનના ઇતિહાસનો સવાલ છે, તે દુર્ભાગ્યપૂર્ણ રહ્યો છે. આ અગાઉ ગુરુવારે મીરપુર ખાસમાં એક રેલીને સંબોધિત કરતા ભુટ્ટોએ કહ્યું હતું કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે અને ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે. અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ જો કોઈ અમારા સિંધુ પર હુમલો કરે તો તેમણે પણ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. અમે યુદ્ધના ઢોલ વગાડતા નથી, પરંતુ જો અમને ઉશ્કેરવામાં આવશે, તો પાકિસ્તાનની ગર્જનાથી તમે બહેરા થઈ જશો.


ખ્વાજા આસિફે શું કહ્યું?

ખ્વાજા આસિફે શું કહ્યું?

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદ અને આતંકવાદી ભંડોળને સમર્થન કરવાનો લાંબો ઇતિહાસ છે. સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમે 30 વર્ષથી અમેરિકા માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ. ભારત સાથે સંપૂર્ણ યુદ્ધની વાત કરનારા ખ્વાજા આસિફે કહ્યું હતું કે પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો અંત આવી ગયો છે. ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે ભૂતકાળમાં લશ્કરના પાકિસ્તાન સાથે કેટલીક લિન્ક મળી આવી છે. જોકે, તેમણે કહ્યું કે હવે આ આતંકવાદી સંગઠનનો અંત આવી ગયો છે.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે. જો અમારા અસ્તિત્વ માટે સીધો જોખમ હશે તો જ અમે અમારા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું. જો યુદ્ધ થશે તો અમે તેના માટે માનસિક રીતે પણ તૈયાર છીએ. આગામી 2-3 ત્રણ કે 4 દિવસમાં યુદ્ધ થઈ શકે છે. આસિફે કહ્યું કે જો પાકિસ્તાનની સાર્વભૌમત્વ સામે કોઈ જોખમ છે, તો અમે તેનો સામનો કરવા માટે 100 ટકા તૈયાર છીએ. આગામી થોડા દિવસોમાં યુદ્ધનો ભય છે પણ તેને ટાળી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top