‘..તો બાંગ્લાદેશે ચીન સાથે મળીને ભારતના પૂર્વોત્તરના રાજ્યો પર કબજો કરી લેવો જોઈએ’, યુનુસના નજી

‘..તો બાંગ્લાદેશે ચીન સાથે મળીને ભારતના પૂર્વોત્તરના રાજ્યો પર કબજો કરી લેવો જોઈએ’, યુનુસના નજીકનાએ ઓક્યૂ ઝેર

05/03/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘..તો બાંગ્લાદેશે ચીન સાથે મળીને ભારતના પૂર્વોત્તરના રાજ્યો પર કબજો કરી લેવો જોઈએ’, યુનુસના નજી

Fazlur Rahman: બાંગ્લાદેશના ભૂતપૂર્વ સૈન્ય અધિકારી અને મુખ્ય સલાહકાર મુહમ્મદ યૂનુસના નજીકના સહયોગીએ કહ્યું છે કે, ‘જો ભારત પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર હુમલો કરે છે, તો બાંગ્લાદેશે ચીન સાથે મળીને ભારતના પૂર્વોત્તરના રાજ્યો પર કબજો કરી લેવો જોઈએ.


ફઝલુર રહેમાને પોતાની પોસ્ટમાં શું લખ્યું?

જોકે, યુનુસની વચગાળાની સરકારે મેજર જનરલ (નિવૃત્ત) એ.એલ.એમ. ફઝલુર રહેમાનની આ ટિપ્પણીથી પોતાને દૂરી બનાવી લીધી છે. રહેમાને મંગળવારે બંગાળીમાં પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે, તો બાંગ્લાદેશે ભારતના 7 પૂર્વોત્તરના રાજ્યો પર કબજો કરી લેવો જોઈએ. મને લાગે છે કે સંયુક્ત લશ્કરી વ્યવસ્થાને લઈને ચીન સાથે વાતચીત શરૂ કરવી જરૂરી છે. યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ડિસેમ્બર 2024માં, રહમાનને વર્ષ 2009ના બાંગ્લાદેશ રાઇફલ્સ વિદ્રોહમાં થયેલી હત્યાઓની તપાસ માટે રચાયેલા રાષ્ટ્રીય સ્વતંત્ર કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.


બાંગ્લાદેશ સરકારની સ્પષ્ટતા

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, રહેમાનની આ ટિપ્પણીઓ સરકારની નીતિ કે સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી અને સરકાર કોઈપણ રૂપે આવી નિવેદનબાજીને સમર્થન આપતી નથી. મંત્રાલયે બધા લોકોને આગ્રહ કર્યો કે તેઓ રહેમાનના વ્યક્તિગત વિચારોને સરકારના દૃષ્ટિકોણ સાથે ન જોડે. મંત્રાલયે કહ્યું કે, ‘બાંગ્લાદેશ સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા, પરસ્પર સન્માન અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top