‘પહેલગામ ઘટનાથી સાબિત થઇ ગયું કે આતંકવાદનો..’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના અને નિર્દોષ હિન્દુઓની લક્ષિત હત્યાને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. દેશના લોકો સરકાર પાસેથી કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ દરમિયાન, જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ગુરુવારે કહ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સાબિત કરી દીધું કે આતંકવાદનો પણ ધર્મ હોય છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પહેલગામ આતંકવાદી હુમલાને લઈને કહ્યું કે, ‘આ માત્ર લોકોની હત્યા જ નથી, પરંતુ તે ભારત રાષ્ટ્રને પડકાર છે. આ આપણાં બધા 80-90 કરોડ હિન્દુઓ માટે એક પડકાર છે. અને આ સમગ્ર વિશ્વ માટે એક પડકાર છે કે જુઓ કે અમે તમને નિશાન બનાવીને તમારું કેવી રીતે અપમાન કરીએ છીએ. આ સમગ્ર દેશનું અપમાન છે.’
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પહેલગામ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, આ ઘટના સામાન્ય નથી. આપણા દેશના નેતાઓ કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. હવે નેતાઓ બોલતા પહેલા વિચારે, પહેલગામની ઘટનાએ સાબિત કરી દીધું છે કે આતંકવાદનો પણ ધર્મ હોય છે. એટલે જ લોકોને તેમનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા, ધર્મ વિશેષના હોવાને કારણે તેમની તેમની હત્યા થઈ.
જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલા દરમિયાન, જેમણે પોતાનો જીવ બચાવવા માટે કહ્યું હતું કે તેઓ હિન્દુ નથી, તેમના કપડાં ઉતારીને તપાસ કરવામાં આવી અને પછી ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનાનો સ્પષ્ટ અર્થ છે અને એ સાબિત થઈ ગયું કે આતંકવાદનો ધર્મ હોય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp