Video: પહેલગામ હુમલા પર સર્વદળીય બેઠકમાં સરકારે માની સુરક્ષામાં ચૂંક, જાણો રિજિજૂ શું બોલ્યા

Video: પહેલગામ હુમલા પર સર્વદળીય બેઠકમાં સરકારે માની સુરક્ષામાં ચૂંક, જાણો રિજિજૂ શું બોલ્યા

04/25/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: પહેલગામ હુમલા પર સર્વદળીય બેઠકમાં સરકારે માની સુરક્ષામાં ચૂંક, જાણો રિજિજૂ શું બોલ્યા

પહેલગામ આતંકવાદી હુમલા અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં એક સર્વદળીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી. બેઠક સમાપ્ત થયા બાદ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સ્વીકાર્યું કે સરકારથી ચૂક થઇ છે. તેમણે કહ્યું કે, આ ઘટના કેવી રીતે થઇ અને ક્યાં ચૂક થઈ તેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી. અમારા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના કેવી રીતે થઇ.


સર્વદળીય બેઠકમાં સરકારે માની ચૂક

સર્વદળીય બેઠકમાં સરકારે માની ચૂક

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, જે જગ્યાએ આ ઘટના બની તે મુખ્ય માર્ગ પર નથી. બધા પક્ષોને કહેવામાં આવ્યું હતું કે બધું બરાબર હોવા છતા, ચૂક થઈ છે અને દરેક વ્યક્તિ તેનાથી દુઃખી છે. અમે જાણકારી મેળવીશું કે ક્યાં ચૂક થઈ. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બધી પાર્ટીના નેતાઓએ એક સ્વરમાં કહ્યું છે કે સરકાર જે પણ પગલાં લેશે, અમે તેનું સમર્થન કરીશું. કેટલાક મુદ્દાઓ પણ સામે આવ્યા, જેના પર સ્પષ્ટતા આપવામાં આવી.

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. છેલ્લા ઘણા વર્ષોથી, લોકો કાશ્મીરમાં શાંતિથી પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા, પ્રવાસીઓ આવી રહ્યા હતા, ગતિવિધિઓ ચાલી રહી હતી અને બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. બધા રાજકીય પક્ષોએ પોતાના વિચારો રજૂ કર્યા અને એક વાત બહાર આવી કે દેશે એક થવું જોઈએ અને એક અવાજમાં બોલવું જોઈએ. બધા પક્ષોએ કહ્યું છે કે તે ઓ સરકાર સાથે છે.


બેઠકમાં કયા-કયા નેતાઓ પહોંચ્યા?

બેઠકમાં કયા-કયા નેતાઓ પહોંચ્યા?

સર્વદળીય બેઠકની શરૂઆતમાં, પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના માનમાં મૌન પાળવામાં આવ્યું. સરકાર તરફથી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top