સેનાના જવાનોએ બાંદીપોરામાં લશ્કર-એ-તૈયબાના ટોપ આતંકીને ભોંય ભેગો કરી દીધો
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના એક ટોપ આતંકવાદીને ભોંય ભેગો કરી દીધો છે. સુરક્ષા દળોએ લશ્કરના આતંકવાદી અલ્તાફ લાલીને ઠાર માર્યો છે.
શુક્રવાર સવારથી બાંદીપોરામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું.
આ અગાઉ એન્કાઉન્ટરમાં પહેલા એક આતંકવાદી ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર હતા. આ દરમિયાન 2 સુરક્ષા કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની આ ચોથી ઘટના છે. આ અગાઉ ગુરુવારે સુરક્ષા દળોએ ઉધમપુરના ડુડુ બસંતગઢમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક હવાલદાર શહીદ થઈ ગયા હતા.
બાંદીપોરા પોલીસે ગઈકાલે લશ્કર-એ-તૈયબાના 4 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેમને ગુપ્ત માહિતી મળી હતી કે લશ્કર સાથે સંકળાયેલા કેટલાક ઓવરગ્રાઉન્ડ વર્કર, પોલીસ અને સ્થાનિક લોકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ગુપ્ત માહિતીના આધારે, બાંદીપોરા પોલીસે જિલ્લાના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઘેરાબંધી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ધરપકડ માટે આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp