જનરલ આસીમ મુનીરે કરાવેલો પહેલગામ હુમલો? પૂર્વ પાકિસ્તાની સૈનિકનો મોટા દાવો

જનરલ આસીમ મુનીરે કરાવેલો પહેલગામ હુમલો? પૂર્વ પાકિસ્તાની સૈનિકનો મોટા દાવો

04/25/2025 World

SidhiKhabar

SidhiKhabar

જનરલ આસીમ મુનીરે કરાવેલો પહેલગામ હુમલો? પૂર્વ પાકિસ્તાની સૈનિકનો મોટા દાવો

ભૂતપૂર્વ પાકિસ્તાની સૈનિક આદિલ રઝાએ કહ્યું છે કે, પહેલગામ હુમલો પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કરાવ્યો હતો. પહેલગામમાં આતંકવાદી હુમલાનો આદેશ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે આપ્યો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન પહેલાથી જ શંકાના ઘેરામાં છે. પહેલગામ આતંકવાદી હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ પહેલગામમાં રજાઓ ગાળવા ગયેલા પ્રવાસીઓને તેમના ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. ઘટના બાદ શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે આતંકવાદીઓના પાકિસ્તાન સાથે તાર જોડાયેલા છે.


આદિલ રઝાએ શું દાવો કર્યો છે?

આદિલ રઝાએ શું દાવો કર્યો છે?

આદિલ રઝાએ એક મોટો દાવો કરતા X પર લખ્યું કે, 'પાકિસ્તાની ગુપ્તચર તંત્રના ઉચ્ચ સ્તરના સૂત્રો પાસેથી હવે પુષ્ટિ થઈ ગઈ છે કે પહેલગામ આતંકવાદી હુમલો જનરલ અસીમ મુનીરના આદેશ પર કરવામાં આવ્યો હતો, જ્યારે આખું પાકિસ્તાન આ ધૃષ્ટતાથી અજાણ છે અને તેની બાબતે કંઈ ખબર નથી. અન્ય એક ટ્વીટમાં રઝાએ લખ્યું કે, 'પહેલગામ આતંકવાદી હુમલો ફાંસીવાદી અસીમ મુનીર અને તેના સૈન્ય સાથીઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ પૂરા કરવા માટે કરવામાં આવેલ એક વ્યક્તિગત કૃત્ય હતું એટલે,સૈન્ય કબજાવાળા પાકિસ્તાનને કોઈ એક દુષ્ટ તત્વની કાર્યવાહી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં


ભારતીય વિમાનો માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ

ભારતીય વિમાનો માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ

આ દરમિયાન, પાકિસ્તાને ગુરુવારે ભારતીય ફ્લાઇટ્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર અને વાઘા બોર્ડર બંધ કરી દીધું હતું. પાકિસ્તાને ભારત સાથેના તમામ પ્રકારના વેપાર પર રોક લગાવી દીધી અને કહ્યું હતું કે, સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને ઉપલબ્ધ પાણી રોકવા અથવા તેને પરિવર્તિત કરવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધ સમાન માનવમાં આવશે. વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ જાહેરાતો કરવામાં આવી હતી.


શરીફે ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક યોજી

શરીફે ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક યોજી

પહેલગામ હુમલા બાદ ભારતની કડક કાર્યવહીને ધ્યાનમાં રાખીને શરીફે સરકારના મુખ્ય મંત્રીઓ અને ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠક બાદ જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કોઈપણ જોખમનો દરેક રીતે સખત જવાબ આપવામાં આવશે. નિવેદન અનુસાર, પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને નકાર્યો અને કહ્યું કે તે 24 કરોડ પાકિસ્તાનીઓ માટે જીવનરેખા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top