માત્ર 30 વર્ષની આ યુવતીએ એક-બે નહિ પણ પૂરા 15 પુરુષોને.... ઓનલાઈન રિલેશનશિપના આ જમાનામાં આંખ ઉઘ

માત્ર 30 વર્ષની આ યુવતીએ એક-બે નહિ પણ પૂરા 15 પુરુષોને.... ઓનલાઈન રિલેશનશિપના આ જમાનામાં આંખ ઉઘાડનારો કિસ્સો!

07/08/2024 National

SidhiKhabar

SidhiKhabar

માત્ર 30 વર્ષની આ યુવતીએ એક-બે નહિ પણ પૂરા 15 પુરુષોને.... ઓનલાઈન રિલેશનશિપના આ જમાનામાં આંખ ઉઘ

એવું માનવામાં આવે છે કે પુરુષ ગમે એટલો બુદ્ધિશાળી હોય તો પણ સુંદર અને યુવાન સ્ત્રીને જોઈને અંદરખાને તો પીગળી જ જતો હોય છે. આજ નબળાઈનો ફાયદો કેટલી ચાલાક અને ધૂર્ત સ્ત્રીઓ ઉઠાવે છે, અને પુરુષને બધી રીતે બરબાદ કરીને છોડે છે. એમાંય આજકાલ ઓનલાઈન રીલેશનશીપના ચક્કરમાં તો આવા અનેક પુરુષો ફસાઈ જાય છે. તમિલનાડુના તિરુપુર જિલ્લામાં આવી જ એક સ્ત્રી વિષેની ખબરો આવી રહી છે, જેણે એક-બે નહિ, પૂરા 15 પુરુષોને પોતાની મોહજાળમાં ફસાવીને લૂંટી લીધા છે!


કોણ છે આ 30 જ વર્ષની ‘મહામાયા’?

કોણ છે આ 30 જ વર્ષની ‘મહામાયા’?

તમિલનાડુની સીમા (નામ બદલ્યું છે) નામની મહિલાએ અત્યાર સુધી એસઆઈથી લઈને સર્વેયર સુધીના પુરુષો સાથે ‘લગ્ન’ કર્યા છે, અને થોડા જ સમયમાં ઘરેણાં તથા પૈસા લઈને નાસી છૂટી છે! સીમા મેટ્રીમોનીઅલ સાઈટ ઉપરથી પોતાનો ‘શિકાર’ શોધતી હતી. એનો સાથીદાર તમિલચેલવી પણ એની મદદગારીમાં સાથે રહેતો. આ બંને જણ મેટ્રીમોનીઅલ સીટ પર જઈને કોઈ લગ્નોછુક યુવાનનો સંપર્ક કરતા. એ પછી સીમા એની સાથે ચેટિંગ શરુ કરતી. મા બીમાર છે અને પોતાની પાસે પૈસા નથી, એવું બહાનું કાઢીને સીમા ઝડપથી લગન કરવા માટે દબાણ કરતી. લગન થાય એના થોડા જ દિવસમાં તે કોઈના કોઈ બહાને પતિ સહિતના ઘરના સભ્યો સાથે ઝગડા કરવાનું શરુ કરતી. અને પછી એક દિવસ લગ્નમાં મળેલા તમામ દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઇ જતી. મોટા ભાગના લોકો ‘પત્ની ભાગી ગઈ’ વાળી વાતથી શરમાઈને પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા, એમાં સીમા બચતી રહી. એમાં ને એમાં સીમાએ 30 થી 40 ‘મુરતિયા’ઓને ખંખેરી લીધા છે. પણ એક વાર એવું થયું કે...


બીજા પુરુષ સાથે ‘પત્નીની જેમ’ વાત કરતી હતી, એમાં...

બીજા પુરુષ સાથે ‘પત્નીની જેમ’ વાત કરતી હતી, એમાં...

તિરુપુર જીલ્લાના તારાપુરમ ખાતે રહેતા નિશીથ (નામ બદલ્યું છે) નામના એક યુવક સાથે સીમાએ આ જ મોડસ ઓપરેન્ડી વાપરીને 21 જૂન, 2024ના રોજ લગ્ન કર્યા. પણ લગન પછી નિશીથને સીમાની અમુક હરકતો પર શંકા ગઈ. પહેલા તો એણે જતું કર્યું, પણ સીમા વારંવાર કોઈકની સાથે ફોન પર વાત કરતી હતી. એટલું જ નહિ પણ વાત કરતી વખતે સીમા એવી રીતે બોલતી જાણે ફોનના સામે છેડે એનો પતિ વાત કરતો હોય! આથી નિશીથની શંકા દ્રઢ થઇ. એ પછી બંને વચ્ચે ખાસ્સી બોલાચાલી થઇ. સીમાને પણ આજ જોઈતું હતું, એટલે એણે નિશીથ અને એના પરિવારને ધમકી આપવાનું શરુ કર્યું. પણ નિશીથ જુદી માટીનો નીકળ્યો. એ સામેથી જ સીમાને મહિલા પોલીસ સ્ટેશને લઇ ગયો. અહીં પોલીસ સમક્ષ જતા જ સીમાને ફાળ પડી અને તપાસ દરમિયાન એ નાસી છૂટી.

એ પછી પોલીસને ખાતરી થઇ કે દાળમાં કંઈક કાળુ છે. પોલીસે તપાસ કરતા સીમાનો આખો કાળો ઇતિહાસ ખબર પડી ગયો! 30 વર્ષની સીમા પરિણીત હતી જ, સાથે એક સંતાનની માતા પણ હતી. તેમ છતાં એણે ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ સાથે લગ્નનું નાટક કરેલું. અને થોડા મહિનાના લગ્નજીવન બાદ તમામના દાગીના અને રૂપિયા લઈને નાસી જતી! એનો સાથી તમિલચેલવી પણ લોકોના લાખો રૂપિયા ઓળવી ગયો છે. હાલમાં પોલીસ આદુ ખાઈને આ બંનેની પાછળ પડી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top