ઘર બાંધવા માટે ખેતરમાં ખોદકામ કરતી વખતે મળ્યો હાડપિંજરોનો ઢગલો..!? જાણો શા કારણે એક સાથે આટલા હ

ઘર બાંધવા માટે ખેતરમાં ખોદકામ કરતી વખતે મળ્યો હાડપિંજરોનો ઢગલો..!? જાણો શા કારણે એક સાથે આટલા હાડપિંજરો મળી આવ્યા..?

04/10/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

ઘર બાંધવા માટે ખેતરમાં ખોદકામ કરતી વખતે મળ્યો હાડપિંજરોનો ઢગલો..!? જાણો શા કારણે એક સાથે આટલા હ

વૈજ્ઞાનિકો દ્વારા યુરોપમાં અત્યાર સુધીનું સૌથી મોટુ સામૂહિક કબ્રસ્તાન શોધી કઢાયું છે. અહીં કબરમાં દફનાવાયેલા તમામ લોકો પ્લેગથી માર્યાં ગયા હોવાનું કહેવાય છે. અને તેથી તેમને અહીં એક સાથે જ કબરમાં દાટી દેવાયાં હતા. આ તો હજુ કંઈ નથી કારણે જે સમયે પ્લેગ ફેલાયો હતો તે સમયે લાખો લોકો મર્યાં હતા. તેથી ખોદકામમાં હજુ પણ હજારોની સંખ્યામાં હાડપિંજરો હાથ લાગી શકે છે.


સામૂહિક કબરમાં 1500 લોકોના હાડપિંજરો મળી આવ્યા

સામૂહિક કબરમાં 1500 લોકોના હાડપિંજરો મળી આવ્યા

જર્મનીના ન્યુરેમ્બર્ગમાં મળેલી સામૂહિક કબરમાં ઓછામાં ઓછા 1500 લોકોના હાડપિંજરો મળી આવ્યાં છે. 17મી સદીના પૂર્વાર્ધમાં ચાંચડ નામના જીવડાંને કારણે ફેલાયેલા બુબોનિક પ્લેગથી આ લોકો મર્યા ગયા હતા જેમને અહીં દફનાવાયા હતા. કબરનો મંજર ડરી જવાય તેવું ભયાવહ હતું. આજુબાજુમાં લાઈનબંધ લોકોને દફનાવાયા હતા, કબરમાં ખોપડીઓ અને હાડકાંનો માળો મળી આવ્યો હતો. કેટલાક મૃતદેહોને જ્યારે દફનાવવામાં આવ્યા ત્યારે તેઓ કપડાંમાં હતા અથવા કપડામાં વીંટાળેલા હતા. તેમને દફનાવવાની જગ્યામાં ચુસ્તપણે દબાવવામાં આવતા હતા, જેથી કરીને પ્લેગના જંતુઓ ત્યાં જ મરી જાય. 


ખોદકામમાં 1634ની એક ચિઠ્ઠી પણ મળી આવી

ખોદકામમાં 1634ની એક ચિઠ્ઠી પણ મળી આવી

ન્યુરેમ્બર્ગમાં ઘર બાંધવા માટે ખેતરમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે આ સામૂહિક કબર મળી આવી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે, કુલ હાડપિંજરોની સંખ્યા 2000ની આસપાસ હોઈ શકે છે. હાલમાં તો 1500 મળ્યાં છે પરંતુ જેમ જેમ ખોદકામ આગળ ચાલી રહ્યું છે તેમ તેમ વધારે હાડપિંજરો મળતાં જાય છે.

વૈજ્ઞાનિકોએ ખોદકામમાં 1634ની એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં સ્થળ પર પ્લેગ ફાટી નીકળવાની વિગતો આપવામાં આવી હતી. જેમાં 1632 થી 1633 ની વચ્ચે પ્લેગના કારણે 15,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ચિઠ્ઠી પરથી વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે, આ મૃતદેહોની કબરો 1632-1633ના પ્લેગ રોગચાળાથી સંભવિત છે. નવા રિટાયરમેન્ટ હોમ પર કામ કરી રહેલા ડબ્લ્યુબીજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રાલ્ફ શેકીરાએ જણાવ્યું હતું કે, તેમને આવી મહત્વપૂર્ણ શોધની અપેક્ષા ન હતી. અમારુ હવે પછીનું કામ બધા હાડપિંજરને દૂર કરવાનું અને પ્લેગ બેક્ટેરિયમ યેર્સિનિયા પેસ્ટિસના નિશાન માટે હાડકાંનો અભ્યાસ કરવાનું છે.


યુરોપમાં ત્રણવાર પ્લેગનો રોગચાળો ફેલાયો હતો

યુરોપમાં ત્રણવાર પ્લેગનો રોગચાળો ફેલાયો હતો

યુરોપમાં 1300થી 1900ના દાયકા દરમિયાન ત્રણવાર પ્લેગનો રોગચાળો ફેલાયો હતો, જેમાં લાખો લોકો માર્યાં ગયા હતા. ચાંચડ નામના નાના જીવડાંના ડંખથી આ રોગ ફેલાયો હતો અને પછી તેણે મોતનું ભયાનક તાંડવ ખેલ્યું હતું. યુરોપમાં બ્લેક ડેથ તરીકે ઓળખાતી પ્રથમ લહેર 1347થી 1351માં આવી હતી જ્યારે 1500ની સાલમાં બીજી અને છેલ્લે 1800ની સાલમાં ત્રીજી વાર પ્લેગ ફેલાયો હતો.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top