સુરતમાં જુના બોમ્બે માર્કેટમાં દુકાન ભડકે બળી, આગ લાગતાં લાખોના માલને નુકસાન
સુરત શહેરમાં જુના બોમ્બે માર્કેટમાં એક દુકાનમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. દુકાનમાં રહેલો સાડીઓનો જથ્થો આગની લપેટમાં આવતાં બળીને ખાક થઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વીકરાળ આગથી લાખો રૂપિયાના માલને નુકસાન થવા પામ્યું છે પણ સદનસીબે કોઈ જાન હાની થઈ નથી. ફાયર વિભાગે આગપર કાબુ કરી લેતા વેપારીઓમાં પણ રાહત થઈ હતી.
આગની ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જુના બોમ્બે માર્કેટમાં નંદીની સાડીની દુકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. વેપારીઓએ આગની ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરી હતી. આગ વધુ પસી જાય તેમ હતું પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી તેમજ માર્કેટની ટીમે પણ ખૂબ સારી રીતે આગ હોલવવાનો પ્રયાસ કર્યો હતો તેનાથી પણ આગ ઉપર ઝડપથી કાબુ મેળવી લેવાયો છે.
બીજી તરફ સુરતના ઉગત વિસ્તારમાં શ્રીજી નગરી પાસે મોટું ભંગારનું ગોડાઉન અચાનક સળગી ઊઠ્યું હતું. ગોડાઉનની સાથે નજીકમાં અન્ય નાની-મોટી દુકાનો પણ આવી છે અને આ દુકાનોની સાથે શ્રમજીવી લોકો પણ રહે છે. ત્યારે અચાનક ભંગારનું ગોડાઉન આગમાં ભભૂકી ઊઠતા મધરાતે નાસભાગ મચી ગઈ હતી. ગોડાઉનની આસપાસ દુકાનોમાં શ્રમજીવી લોકો રાત્રે ઊંઘી રહ્યા હતાં. જોકે, સમયસર જાણ થઈ જતા આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતા ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp