ભારત તરફ આવી રહ્યું છે વધુ એક મોટું ચક્રવાતી તોફાન! આ વાવાઝોડું કેટલા કલાકમાં મચાવશે તબાહી? ગુજરાતને કેટલો ખતરો? જાણો
ભારતના પૂર્વોત્તરમાં આવેલા ચક્રવાત બાદ હવે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતના ભાણાકાર વાગી રહ્યા છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો-પ્રેશર વિસ્તાર હવે વેલ માર્કંડ લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાયો છે. જેને લઈને વેધર સિસ્ટમ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચક્રવાતી તોફાન ‘મિચાઉંગ’ આગામી 48 કલાકમાં વધુ તોફાની બની શકે છે
ચક્રવાતની સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધે તેવી શક્યતાઓ છે, જે 30 નવેમ્બર સુધીમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં તીવ્રતા સાથે પહોંચી શકે છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડીને ટકરાઈ શકે છે. આ ચક્રવાતને કારણે નિકોબાર ટાપુઓના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 29 નવેમ્બર અને 1 ડિસેમ્બરની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
IMD અનુસાર, 29 નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર અને આસપાસના આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 25-35 કિમી પ્રતિ કલાકથી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 30 નવેમ્બરના રોજ બંગાળની દક્ષિણ-પૂર્વીય ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો 1 ડિસેમ્બરે વાવાઝોડાની ઝડપ 50-60 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક થઇ શકે છે. જ્યારે 2 ડિસેમ્બરે 60-70 કિમિ પ્રતિ કલાકથી 80 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ચક્રવાતને પગલે IMDએ માછીમારોને 29 અને 30 નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં ન જવા અને 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી બંગાળની દક્ષિણ-પૂર્વ ખાડી તરફ ન જવાની સલાહ આપી છે. સાથે જ 30 નવેમ્બર અને 2 ડિસેમ્બરે માછીમારોને બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડીથી દૂર રહેવાની વિનંતી કરી છે અને સાથે જ 1 ડિસેમ્બરની સવારથી મધ્ય બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp