ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન
Bardoli: બાળકોમાં હવે સહનશીલતાનો ઘટાડો થઇ રહ્યો છે. હવે બાળકો નાની-નાની વાત પર આત્મહત્યા કરવા જેવું મોટું પગલું ભરી લે છે. સુરતમાં એક એવી પણ ઘટના સામે આવી હતી, જેમાં એક 12 વર્ષની છોકરીએ મોબાઈલ પાણીમાં પડી ગયો હતો એટલે આત્મહત્યા કરી લીધી હતી. આ સિવાય બારડોલીમાં ચા ન બનાવી આપવાને કારણે એક ભાઈએ આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે બારડોલીની એક આશ્રમ શાળાની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે.
બારડોલી તાલુકાના ભુવાસણ ગામે આવેલી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા શાળાના સંચાલકોએ પોલીસ તેમજ વાલીને જાણ કરી હતી અને તેમની હાજરીમાં વિદ્યાર્થિનીના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો અને પછી પોસ્ટમોર્ટમ માટે બારડોલી રેફરલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિની તાપીના ઉચ્છલ તાલુકાના એક ગામની શ્રમજીવી પરિવારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તે છેલ્લા એક વર્ષથી બારડોલીના ભુવાસણ સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની ભણવામાં પણ તેજસ્વી હોય અને કેટલાક દિવસોથી કોઈક રીતે પણ મૂંઝવણમાં હોય એવું કશું પણ સાથે વિદ્યાર્થિનીઓ કે શાળા સંચાલકોને ધ્યાન પર આવ્યું નથી. વિદ્યાર્થિનીની આત્મહત્યા પાછળનું કારણ હજી કર્યો અકબંધ છે. વિદ્યાર્થિનીએ આત્મહત્યા પાછળનું કારણ જાણવા, તેમજ તેની હત્યા થઈ છે કે આત્મહત્યા તેની તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp