પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવેલા યુવકનું હાર્ટ ઍટેકથી મોત

પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવેલા યુવકનું હાર્ટ ઍટેકથી મોત

01/22/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવેલા યુવકનું હાર્ટ ઍટેકથી મોત

Heart Attack: દેશ અને રાજ્યમાં હાર્ટ ઍટેકના કિસ્સાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાર્ટ ઍટેકને કારણે ઘણા લોકોના મોત થઈ રહ્યા છે. સુરત જિલ્લામાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં મુખ્યત્વે યુવાનો અને બાળકોના મોતની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 9 વર્ષીય બાળકીનું જમતા-જમતા મોત થઇ ગયું હતું. હાલમાં રાજ્યમાં પોલીસ ભરતી માટે ઉમેદવારની શારીરિક કસોટી લેવાઇ રહી છે. ત્યારે ઉમેદવાર શારીરિક કસોટી પાસ કરવા ખૂબ મહેનત કરી રહ્યા છે, જેમાં એક હાર્ટ ઍટેકની દુઃખદ ઘટના બની છે.


મૃતક વ્યારા તાલુકાના ચીખલવાવનો રહેવાસી

મૃતક વ્યારા તાલુકાના ચીખલવાવનો રહેવાસી

વાવમાં હાર્ટ ઍટેકથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવેલ યુવકને હાર્ટ ઍટેક આવતા મોત થઇ ગયું છે. SRP ગ્રુપ 11ના પોલીસ ગ્રાઉન્ડમાં દોડ સમયે યુવક અચાનક ઢળી પડ્યો હતો. મેડિકલ ટીમે યુવકને CPR આપી બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉમેદવારની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે ખોલવાડ સ્થિત દિનબંધુ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.

આ મૃતક ઉમેદવારની ઓળખ સંજયકુમાર રસીકભાઈ ગામીત તરીકે થઇ છે. તે તાપી જિલ્લાના, વ્યારા તાલુકાના ચીખલવાવ ગામનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, SRPF ગૃપ 11 વાવ ખાતે PSI ભરતી પરીક્ષાની શારીરિક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 4:45 વાગ્યે પહેલા બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન ઉમેદવાર સંજયકુમાર રસીકભાઈ ગામીત 12મા રાઉન્ડમાં બેભાન થઈને અચાનક ઢળી પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top