CM અરવિંદ કેજરીવાલના રાજીનામાં પર વોટિંગની શરૂઆત, કાર્યકર્તાઓ ઘેર ઘેર જઇને...

CM અરવિંદ કેજરીવાલના રાજીનામાં પર વોટિંગની શરૂઆત, કાર્યકર્તાઓ ઘેર ઘેર જઇને...

11/24/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

CM અરવિંદ કેજરીવાલના રાજીનામાં પર વોટિંગની શરૂઆત, કાર્યકર્તાઓ ઘેર ઘેર જઇને...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જો કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવે છે તો શું તેમણે મુખ્યમંત્રી બન્યા રહેવું જોઈએ કે રાજીનામું આપી દેવું જોઈએ? આમ આદમી પાર્ટી (AAP) શુક્રવારથી દિલ્હીમાં તેના પર સૂચનો લેવાની શરૂઆત કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને ઘેર ઘેર મોકલીને એ બતાવવા કહ્યું છે કે તેમણે શું કરવું જોઈએ. તેમણે પૂછ્યું છે કે જો કથિત આબકારીનીતિ કૌભાંડમાં તેમની ધરપકડ થાય છે તો તેઓ પોતાનું પદ છોડી દે કે જેલથી જ સરકાર ચલાવે.


મોહલ્લામાં કરશે નુક્કડ નાટક:

મોહલ્લામાં કરશે નુક્કડ નાટક:

આમ આદમી પાર્ટીએ વિચાર-વિમર્શ માટે આ વખત કોઈ ફોન નંબર કે E-mail ID જાહેર કરી નથી, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓનએ ઘેર ઘેર મોકલવાનો નિર્ણય લીધો છે. કાર્યકર્તા ઘેર ઘેર જઈને લોકો સાથે સંપર્ક કરશે. એ સિવાય મોહલ્લામાં તેઓ નુક્કડ નાટક અને કેમ્પેઇન કરશે. સામાન્ય જનતા તેમને પોતાની સલાહ આપી શકે છે. પાર્ટી કાર્યકર્તા લોકોને એક ફોર્મ આપશે. આ ફોર્મને ભરીને જનતા પોતાની સલાહ આપી શકે છે. જ્યારે આખી દિલ્હીથી આ ફોર્મ પાર્ટી પાસે આવી જશે ત્યારે એ જોવામાં આવશે કે જનતાના શું સૂચનો છે. એ મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિર્ણય લેશે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ લોકો પાસેથી સૂચન લે. જેમ જનતા કહેશે, તેઓ એમ જ કરશે.


AAP નેતાઅને ભરોસો છે જનતા કરશે સમર્થન:

AAP નેતાઅને ભરોસો છે જનતા કરશે સમર્થન:

અરવિંદ કેજરીવાલને આશા છે કે જનતા તેમનું સમર્થન કરશે. તેમનું માનવું છે કે મફત વીજળી, પાણી અને સરકારી બસોમાં મહિલાઓને છૂટ, દિલ્હીની સરકારી શાળાઓની સારી વ્યવસ્થા જેવા ઘણા કાર્યોથી જનતા ખુશ છે અને તેઓ તેમને મુખ્યમંત્રી બન્યા રહેવા દેવા માગશે. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી આબકારીનીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે. ED અરવિંદ કેજરીવાલ પાસેથી ઘણા પ્રકારની જાણકારીઓ ઈચ્છે છે. આ વર્ષે એપ્રિલમાં દિલ્હી આબકારીનીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની CBIએ કલાકો સુધી પૂછપરછ કરી હતી. જો કે, અરવિંદ કેજરીવાલ આ કેસને કાલ્પનિક કહ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top