‘બાલિકા વધુ’ અને ‘બધાઈ હો’થી પ્રખ્યાત બનેલા અભિનેત્રીનું ૭૫ વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન

‘બાલિકા વધુ’ અને ‘બધાઈ હો’થી પ્રખ્યાત બનેલા અભિનેત્રીનું ૭૫ વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન

07/16/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘બાલિકા વધુ’ અને ‘બધાઈ હો’થી પ્રખ્યાત બનેલા અભિનેત્રીનું ૭૫ વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન

મુંબઈ: ‘બાલિકા વધુ’ (Balika Vadhu) સહિત અનેક ટીવી સીરીયલો અને ‘બધાઈ હો’ ફિલ્મમાં અભિનયથી જાણીતા અભિનેત્રી સુરેખા સીકરીનું (Surekha Sikri) ૭૫ વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. વર્ષ ૨૦૨૦ માં તેમને બીજી વખત બ્રેન સ્ટોક આવ્યો હતો, ત્યારબાદ તેઓ અનેક સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.

વર્ષ ૨૦૧૮ માં સુરેખા સીકરીને પહેલો બ્રેન સ્ટોક આવ્યો હતો. જેના કારણે તેઓ પેરેલાઈઝ્ડ થઇ ગયા હતા. ત્યારબાદ ૨૦૨૦ માં બીજી વાર બ્રેન સ્ટોક બાદ તેમની તબિયત લથડી હતી. આજે વહેલી સવારે તેમનું હાર્ટ અટેકથી નિધન થયું છે. તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમનો પરિવાર હાજર હતો. તેમને સંતાનોમાં એક પુત્ર છે.

સુરેખા સીકરીએ ટીવી સીરીયલો, ફિલ્મો અને થીએટરમાં અભિનય કર્યો છે. તેમણે કારીકીર્દીની શરૂઆત ૧૯૭૮ માં પોલિટીકલ ડ્રામા ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’થી કરી હતી. તેમને ત્રણ વખત સપોર્ટિંગ એક્ટ્રેસ માટે રાષ્ટ્રીય પુરસ્કાર (National Award) મળ્યો હતો. આ ફિલ્મો તમસ (૧૯૮૮), મમ્મો (૧૯૯૫) અને બધાઈ હો (૨૦૧૮) હતી.

સુરેખા સિકરી મૂળ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હતા. તેમનું બાળપણ અલ્મોરા અને નૈનિતાલમાં વીત્યું હતું. તેના પિતા એરફોર્સમાં હતા અને માતા એક શિક્ષિકા હતા. ૧૯૭૧માં સુરેખાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભ્યાસ કર્યો. તેમને ૧૯૮૯માં સંગીત નાટક અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સુરેખાના લગ્ન હેમંત રેગે સાથે થયા હતા, જેમનું ૨૦૦૯માં નિધન થયું હતું. તેમને એક પુત્ર રાહુલ સિકરી છે.

સુરેખાએ 'બાલિકા વધુ' સિરીયલમાં દાદી સાનો રોલ ભજવ્યો હતો. આ સિવાય તેમણે 'એક થા રાજા એક થી રાની', 'સાત ફેરે', 'બનેગી અપની બાત' અને 'સીઆઈડી' જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. સુરેખાની મુખ્ય ફિલ્મોમાં 'કિસા કુર્સી કા', 'તમસ', 'સલીમ લંગડે પે મત રો', 'મમ્મો', 'સરદરી બેગમ', 'સરફરોશ', 'ઝુબૈદા', 'બધાઈ હો' અને ઘોસ્ટ સ્ટોરીઝ વગેરેનો સમાવેશ થાય છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top