Actress Assault Case: મદદ માટે ચીસો પાડતી રહી આ અભિનેત્રી, નજીકમાં ઉભેલા લોકો વીડિયો બનાવતા રહ્યા પરંતુ કોઈ મદદ માટે ન આવ્યું
ગ્લેમર ડેસ્ક : ભુવનેશ્વરની સડકો પર અભિનેત્રી પ્રકૃતિ મિશ્રાની મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ હવે આ સમગ્ર મામલે અભિનેત્રીનું નિવેદન સામે આવ્યું છે. અભિનેત્રી પ્રકૃતિ મિશ્રાએ રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું, 'દરેક વાર્તાની બે બાજુ હોય છે. કમનસીબે, આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સ્ત્રીની વાત સાંભળ્યા વિના આક્ષેપો શરૂ થઈ જાય છે.'
પ્રકૃતિ મિશ્રાએ લખ્યું, 'હું અને મારા સહ-અભિનેતા બાબુશન ઉત્કલ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ચેન્નાઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાબુશનની પત્નીએ કેટલાક ગુંડાઓ સાથે મળીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું અને મને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા પ્રકૃતિ પર હુમલો કરતી જોઈ શકાય છે,પ્રકૃતિ સતત મદદ માટે ચીસો પાડી રહી હતી તેમ છતાં આસપાસ ઉભેલી ભીડ તેનો વીડિયો બનાવી રહી છે.
કોઈક રીતે પ્રકૃતિ કારમાંથી છટકી ગઈ પરંતુ મહિલા તેનો પીછો કરતી રહી. આ પોસ્ટ પછી પ્રકૃતિએ બીજી પોસ્ટ કરી જેમાં તેણે લખ્યું, ''આ સમાજ માટે મહિલા સશક્તિકરણ પર કામ કરવું એ 'ચોંકાવનારી વાસ્તવિકતા'ને આધીન છે, શું તેઓ જાણે છે કે રૂઢિચુસ્ત નિયમો બદલવા માટે મારા લક્ષ્યો ખૂબ મોટા છે અને મને લાગે છે કે તે જ મને મારા સશક્તિકરણના કામ માટે પ્રેરણા આપે છે.''
પ્રકૃતિએ કોઈના પતિની ચોરી કરી?
પ્રકૃતિએ લખ્યું, 'મને લાગે છે કે મારું કામ હજી પૂરું થયું નથી, અને મને લાગે છે કે મહિલા સશક્તિકરણ માટેના મારા ધ્યેયને હાંસલ કરવા માટે મારે હજુ ઘણું કામ કરવાનું છે.' આ પોસ્ટ પર ઘણા લોકોએ તેને ટ્રોલ કરી છે અને તેને બીજાના પતિની ચોરી કરનાર ગણાવી છે.
બાબુશને એક વીડિયોમાં એમ પણ કહ્યું કે, 'તમે બધા મારા વાયરલ વીડિયોને જોઈને એન્જોય કરતા હશો. પરંતુ, હું તમને જણાવવા માંગુ છું કે હું ઉત્કલ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ચેન્નાઈ આવ્યો હતો અને પ્રકૃતિ મિશ્રાને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. હું અહીં મારી ફિલ્મના પ્રમોશન માટે આવ્યો હતો જેમાં પ્રકૃતિ મારી સાથે કામ કરી રહી છે અને અમે નવી ફિલ્મની જાહેરાત કરવાનું પણ વિચારી રહ્યા હતા.
બાબુશન કોઈ ફિલ્મમાં નહીં જોવા મળે?
વીડિયોમાં બાબુશને કહ્યું, 'મને ખબર નહોતી કે મારો પરિવાર પરેશાન છે. જો મારા પરિવારને તેનાથી કોઈ સમસ્યા હશે તો હું તેમની સાથે તે ફિલ્મ નહીં કરું. જો જરૂર પડશે તો હું ભવિષ્યમાં કોઈ અભિનેત્રી સાથે ફિલ્મ નહીં કરું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp