હજી પણ SMCની ઊંઘ ઉડી નથી કે શું? બાળક બાદ હવે વાછરડું ગટરમાં ખાબક્યું

હજી પણ SMCની ઊંઘ ઉડી નથી કે શું? બાળક બાદ હવે વાછરડું ગટરમાં ખાબક્યું

03/24/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

હજી પણ SMCની ઊંઘ ઉડી નથી કે શું? બાળક બાદ હવે વાછરડું ગટરમાં ખાબક્યું

Surat: ફેબ્રુઆરીમાં સુરત મ્યુનિસિપાલ કોર્પોરેશન (SMC)ની બેદરકારીને કારણે ૨ વર્ષીય કેદાર નામના બાળકે જીવ ગુમાવવો પડ્યો હતો. એ છતા હજી SMC ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. ડિંડોલીમાં એક ખુલ્લી ગટરમાં વાછરડું ખાબક્યું હતું, જેણે JCBની મદદથી બચાવી લેવામાં આવ્યું હતું.


SMCએ ખુલ્લી ગટર અને તૂટેલા ઢાંકણા સામે ચલાવેલી ઝુંબેશ માત્ર કાગળ પર

SMCએ ખુલ્લી ગટર અને તૂટેલા ઢાંકણા સામે ચલાવેલી ઝુંબેશ માત્ર કાગળ પર

મળતી માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં મહાનગર પાલિકાના કચરા પ્લાન પાસે જાહેર રસ્તા પર ખુલ્લી ગટરમાં એક વાછરડું પડી જતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાને લઈને આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ વાછરડાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધેં હતું. આ ઘટનાથી ફરી એક વખત પુરવાર થઇ ગયું કે, SMCએ દ્વારા ખુલ્લી ગટર અને તૂટેલા ઢાંકણા સામે ચલાવવામાં આવેલી ઝુંબેશ માત્ર કાગળ પર છે.

વાછરડાને ભારે જહેમત બાદ બચાવી લેવાયું એ તો સારી વાત છે, પરંતુ આ ગટરમાં કોઈ વ્યક્તિ કે બાળક પડી ગયું હોત તો શું થાત? SMC ખુલ્લી ગટરો બંધ કરવા માટે હજી કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહી છે કે કેમ? એજ સમજાતુ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top