ધોરણ ૧૨ પછી કોલેજની પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત સરકાર દ્વારા મોટો બદલાય, ત્યારે કેવી રીતે મેળવવુ

ધોરણ ૧૨ પછી કોલેજની પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત સરકાર દ્વારા મોટો બદલાય, ત્યારે કેવી રીતે મેળવવું એડમિશન? જાણો વિગતે

03/18/2024 Education

SidhiKhabar

SidhiKhabar

ધોરણ ૧૨ પછી કોલેજની પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત સરકાર દ્વારા મોટો બદલાય, ત્યારે કેવી રીતે મેળવવુ

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 પછી કોલેજોમાં પ્રવેશ માટે કોમન કાર્યવાહી રાખવામાં આવી છે. જે અંતર્ગત પહેલીવાર કોમન રજિસ્ટ્રેશન પ્રોસેસ રાખવામાં આવશે. આ પ્રક્રિયાથી અલગ અલગ કોલેજોમાં એડમિશન માટે ધક્કા ખાતા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.


આ તારીખથી શરૂ થશે એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનઃ

આ તારીખથી શરૂ થશે એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનઃ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા બોર્ડને સ્પષ્ટ સુચનાઓ આપી દેવામાં આવી છે કે, તમામ પ્રવાહોમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા પછીના ત્રણ સપ્તાહમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે. સાથે ધો.12ની પરીક્ષા બાદ આગામી દિવસોમાં કોલેજમાં પ્રવેશ અંગેની કાર્યવાહી માટે કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયાની વિગતો પણ જાહેર કરી દીધી છે.


14 યુનિવર્સિટીઓએ આ પ્રકારે સમયમર્યાદામાં કામગીરી કરવાની રહેશે

14 યુનિવર્સિટીઓએ આ પ્રકારે સમયમર્યાદામાં કામગીરી કરવાની રહેશે

શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશનથી લઇને પ્રવેશ ફાળવણી સુધીની કામગીરી કેવી રીતે અને કેટલા સમયમાં કરવી તેની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત 14 યુનિવર્સિટીઓએ આ પ્રકારે સમયમર્યાદામાં કામગીરી કરવાની રહેશે. જો કોઇ યુનિવર્સિટીએ યુજી કોર્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય તો એક સપ્તાહમાં એન્ટ્રન્સ ટેસ્ટ લઇને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવાની કામગીરી કરી દેવાની રહેશે. જ્યારે બાકીની યુનિવર્સિટીઓએ આ સમય દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાનું રહેશે.


1લી એપ્રિલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન ફી પરિણામના બે સપ્તાહમાં ભરી શકશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પરિણામના ત્રણ સપ્તાહમાં કરાવાનું રહેશે. જેના આધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પરિણામ બાદ ત્રણ સપ્તાહમાં જાહેર કરવું પડશે. આ લિસ્ટમાં મુશ્કેલી હોય તો સુધારા માટે વિદ્યાર્થીઓને બે દિવસ આપવાના રહેશે. ત્યારબાદ બે દિવસ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે.


વિદ્યાર્થીઓનું કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત

વિદ્યાર્થીઓનું કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત

રાજ્યમાં પહેલી વખત ધો.12 પછીની તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન કરાવવાનું નક્કી કરાયું છે. એટલે કે રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે 1લી એપ્રિલથી લઇને ધો.12નું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ધો.12 પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યા પછી પાંચ દિવસ માટે ફરીવાર પોર્ટલ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત પૂરક પરીક્ષામાં પાસ થયેલા અથવા તો અગાઉ રજિસ્ટ્રેશની પ્રક્રિયા બાકી હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે તે યુનિવર્સિટીઓએ પાંચ દિવસમાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કામગીરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાદ દરેક યુનિવર્સિટીઓના લોગ ઇન આઇડી આપવામાં આવશે. યુનિવર્સિટીઓએ પોતાની વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોની પ્રક્રિયા સ્વાયત્તાથી કરવાની રહેશે. જેમાં મેરિટ લિસ્ટ તૈયાર કરીને પૂરક પરીક્ષા સિવાયના વિદ્યાર્થીઓની કાર્યવાહી ત્રણ રાઉન્ડમાં પૂરી કરવાની રહેશે. આમ, શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા પછી દરેક યુનિવર્સિટીઓને ડેટા સુપરત કરાશે તેના મેરિટના આધારે જુદી જુદી કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા કરવાની રહેશે. તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top