ધર્મેન્દ્રનું એડમીટ કાર્ડ ડાઉનલોડ થયા પછી બદલાયું સની લીયોનીનાં નામે, પછી જે થયું એ જાણી આંચકો લાગશે, જાણો સમગ્ર મામલો
ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી માટે અભિનેત્રી સની લિયોનીના નામથી એડમિટ કાર્ડ ઇશ્યૂ થવાના મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં ખબર પડી છે કે, આ એડમિટ કાર્ડ મહોબા જિલ્લામાં રગૌલિયા બુર્જુગ ગામના રહેવાસી ધમેન્દ્ર કુમારનું છે. ધમેન્દ્રનો દાવો છે કે, તેણે જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું, તો તેના પર તેનું જ નામ હતું અને ફોટો પણ તેનો પોતાનો લગાવેલો હતો. તો બીજી તરફ જ્યારે નિર્ધારિત સમય પર તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો તો ખબર પડી કે, તેના રોલ નંબરવાળા એડમિટ કાર્ડ પર ફિલ્મ અભિનેત્રી સની લિયોનીનું નામ અને તેનો જ ફોટો લાગેલો છે.
નામ અને તસ્વીર બદલવાના કારણે ધર્મેન્દ્રને પરીક્ષામાં બેસવા પણ દેવામાં આવ્યો ન હતો. એવામાં તેની માત્ર બે વર્ષની તૈયારી જ બરબાદ થઈ ગઈ, પરંતુ તેનું પોલીસમાં જોડાવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. મોટો સવાલ એ છે કે, એકવાર વેબસાઈટ ડાઉનલોડ થઈ ગયા પછી તેની સાથે કેવી રીતે ચેડાં થયા અને ધર્મેન્દ્રના એડમિટ કાર્ડમાં સની લિયોનીનું નામ અને ફોટો કેવી રીતે દેખાયો. હાલ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા પોલીસની ટીમ પણ આ જ મામલે પૂછપરછ કરવા ધર્મેન્દ્રના ઘરે પહોંચી હતી.
આ ટીમે ધમેન્દ્રનું નિવેદન લીધું છે. તેમાં ધમેન્દ્રએ જણાવ્યું હતું કે, તેણે મહોબાના જ એક સાઇબર કેફેમાંથી ફોર્મ ભર્યું હતું. તે સમયે તેને પરીક્ષા કેન્દ્ર કન્નૌજ મળ્યું. તેણે પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું, તો તેના પર નામ અને ફોટો તેનો હતો, પરંતુ જ્યારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો તો તેણે જણાવ્યું કે, તેના રોલ નંબરનું એડમિટ કાર્ડ સની લિયોનના નામ પર છે. અને તેના પર ફોટો પણ સની લિયોનીનો છે. પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેણે ખબર નથી કે એડમિટ કાર્ડમાં ફોટો અને નામ કેવી રીતે બદલાઇ ગયા.
આ પૂછપરછ પછી તેણે તપાસ ટીમને જણાવ્યું હતું કે, આ ભૂલને કારણે તેના બે વર્ષ વેડફાઈ ગયા. આ માટે તેણે ઘણી મહેનત કરી હતી. આ બરબાદી માટે કોણ જવાબદાર હશે? તમને જણાવી દઈએ કે, ગત રવિવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉત્તર પ્રદેશ પોલીસમાં 60,244 પદો પર કોન્સ્ટેબલની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાની શરૂઆત પહેલા કન્નૌજનું એક એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ સની લિયોની હતું. અને સાથે તેની તસવીર પણ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp