ભૂકંપનો આંચકો આવ્યો! : હવે આ જ બાકી હતું? ગઈકાલના ભારે વરસાદ પછી આજે સવારે ભૂકંપના આંચકા અનુભવા

ભૂકંપનો આંચકો આવ્યો! : હવે આ જ બાકી હતું? ગઈકાલના ભારે વરસાદ પછી આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા!

11/27/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભૂકંપનો આંચકો આવ્યો! : હવે આ જ બાકી હતું? ગઈકાલના ભારે વરસાદ પછી આજે સવારે ભૂકંપના આંચકા અનુભવા

સુરત: ગઈકાલે પડેલા ધોધમાર વરસાદની કળ હજી વળી નથી અને રાજ્યમાં હજી બીજા 24 કલાક સુધી વરસાદની આગાહી છે, ત્યાં આજે વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો! આ આંચકાનું કેન્દ્રબિંદુ શહેરથી માત્ર 20 જ કિલોમીટરનાં અંતરે આવ્યું હોવાનું જણાવાયું છે.


સવારે 8.00 વાગ્યે આવ્યો આંચકો!

સવારે 8.00 વાગ્યે આવ્યો આંચકો!

મળતી માહિતી મુજબ આજે સવારે 8.00 વાગ્યે સુરતના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને ઉંચા એપાર્ટમેન્ટ્સમાં વસતા લોકોને ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો હતો. જો કે આંચકાની તીવ્રતા 2.6 જેટલી જ નોંધાઈ હતી, તેમ છતાં 2001ના વિનાશકારી ભૂકંપની યાદ તાજી થઇ જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મીડિયા અહેવાલો મુજબ આજે સવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરત શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર હોવાનું કહેવાયું છે. ગઈકાલે રાત્રે 8.54 આસપાસ કચ્છમાં પણ ધરા ધ્રુજી હતી. આ આંચકો ભચાઉ અને એની આસપાસના વિસ્તારમાં નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું. સદનસીબે આ આંચકાઓ દરમિયાન કોઈ નુકસાન કે જાનહાનીનાં ખબર નથી.


આજે પણ કમોસમી વરસાદની આગાહી

આજે પણ કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. બપોર બાદ વરસાદનું જોર ઘટી શકે છે.અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. 24 કલાક હજુ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top