અમદાવાદમાં કેમિકલ એટેક, એકનું મોત, 2 ગંભીર રીતે દાઝ્યા
ગુજરાતમાં ઉત્તરોત્તર ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ગુનેહારો એવી રીતે બેફામ બની ગયા છે, જાણે કે તેમના મનમાં હવે પોલીસની લેસમાત્ર ભય રહ્યો ન હોય. અમદાવાદમાં વધુ એક મોટી ઘટના ઘટી છે, જેમાં એક શખ્સ દ્વારા કેમિકલ એટેક કરવામાં આવ્યો છે.
અમદાવાદના ઓઢવમાં કેમિકલ એટેકમાં એક યુવકનું મોત થઇ ગયુ છે .જ્યારે, 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચંદુ રાવલ નામના વ્યક્તિએ જ્વલનસીલ પદાર્થ ફેંક્યો છે, 3 યુવકો રૂમમાં સૂતા હતા, ત્યારે આરોપી જ્વલનશીલ પદાર્થ ફેંકીને ફરાર થઇ ગયો હતો. મૂળ રાજસ્થાનના રહેવાસી અને AC રિપેરિંગ કામ કરતા યુવકનું મોત થઇ ગયુ છે. સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે.
તો હાલમાં જ અમદાવાદથી વિચિત્ર ઘટના સામે આવી હતી, જેમાં યુવકે સગાઇ તોડતા પૂર્વ ફિયાન્સીએ યુવકને ચપ્પુના ઘા મારી દીધા હતા. શહેરના શેલા વિસ્તારમાં બાઈક પર જતા યુવક પર તેની જ પૂર્વ મંગેતરે હુમલો કર્યો હતો. યુવકે સગાઈ તોડી નાખતા યુવતીએ યુવક પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી યુવકને ફોન કરીને વારંવાર હેરાન કરતી હતી એટલે યુવકે નંબરો બ્લોક કરી દીધા હતા. એટલું જ નહીં, યુવતીએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો પણ કર્યો હતો. ત્યારે યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp