આ છે 7 કામદારોના મોત માટે જવાબદાર; ઘટનાના 3 કલાક બાદ પણ જવાબદાર બિલ્ડરો ફરક્યા નહિ, સુપરવાઈઝર પ

આ છે 7 કામદારોના મોત માટે જવાબદાર; ઘટનાના 3 કલાક બાદ પણ જવાબદાર બિલ્ડરો ફરક્યા નહિ, સુપરવાઈઝર પણ ઓફિસમાંથી ફરાર

09/14/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આ છે 7 કામદારોના મોત માટે જવાબદાર; ઘટનાના 3 કલાક બાદ પણ જવાબદાર બિલ્ડરો ફરક્યા નહિ, સુપરવાઈઝર પ

ગુજરાત ડેસ્ક : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણાધીન એસ્પાયર-2 બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં 7 કામદારોના મોત થયા છે. તો એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનામાં મૃત્યુ પામેલા તમામ કામદારો યુવાન હતા, અને પરિવાર પર નિર્ભર હતા. પરંતુ એક દુર્ઘટનાએ આ તમામ મહેનતુ યુવાનોનો જીવ લીધો. ત્યારે આ ઘટના અંગે સીધી જ ઈમારતના બિલ્ડર પર આંગળી ચિંધાઈ છે. જેણે આ ઘટનાને 3 કલાક સુધી છુપાવીને રાખી હતી. સવારે 9.30 વાગ્યાની આ ઘટનાનું કારણ કોઈને ખબર ન હતી અને મીડિયામાં સમાચાર આવ્યા બાદ પણ તંત્ર દોડતું થયું ન હતું. આખરે ત્રણ કલાક સુધી આ ઘટના છુપાવવાનો હેતુ શું હતો. ત્યારે આ બિલ્ડિંગના બિલ્ડરનું નામ પણ સામે આવ્યું છે.


ઘટનાની જાણ થતાં જ સુપરવાઈઝર ઓફિસ છોડીને ભાગી ગયો હતો

ઘટનાની જાણ થતાં જ સુપરવાઈઝર ઓફિસ છોડીને ભાગી ગયો હતો

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અધિકારીઓ, પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. પરંતુ ત્રણ કલાક બાદ પણ ભુલકાઓ બિલ્ડરો ફરક્યા નથી. આ બિલ્ડરોએ ઘટના અને પોતાની ભૂલ છુપાવી ગુનાહિત કૃત્ય આચર્યું છે. આ ઘટના બની ત્યારે સુપરવાઈઝર સહિતના લોકો લાઈટ પંખા ચાલુ રાખીને સાઈટ ઓફિસની બહાર નીકળી ગયા હતા.

11 માળની મંજૂરી આપવામાં આવી હતી

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ઈમારત Ador ગ્રુપના CMD વિકાસ શાહ અને આશિષ કે શાહની છે. તો પછી આખરે તેઓએ 3 કલાક સુધી મજૂરોના મોતને કેમ છુપાવી, તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. 21 સપ્ટેમ્બર, 2019 ના રોજ, બિલ્ડિંગ માટે એએમસીનું રજા પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું. જેમાં 2 ભોંયરાઓ અને 11 માળની મંજૂરી આપવામાં આવી હતી.


મેયરે કહ્યું કે, અમે કડક કાર્યવાહી કરીશું

મેયરે કહ્યું કે, અમે કડક કાર્યવાહી કરીશું

મેયર કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે આ ઘટનામાં જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે તેની ઊંડાણપૂર્વક તપાસ કરીશું. AMC પોલીસ સાથે મળીને કાર્યવાહી કરશે. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં લિફ્ટના ભંગાણ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, લિફ્ટ બ્રેકડાઉનથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.


આ જ જૂથના મકાનમાં 5 વર્ષ પહેલા એક દુર્ઘટના બની હતી

આ જ જૂથના મકાનમાં 5 વર્ષ પહેલા એક દુર્ઘટના બની હતી

ચોંકાવનારી વાત એ છે કે એડોર ગ્રુપની એક બિલ્ડિંગમાં પાંચ વર્ષ પહેલા અકસ્માત થયો હતો, જેમાં 3 મજૂરોના મોત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે નહેરુનગર વિસ્તારમાં અડોર ગ્રુપની ક્લાઉડ-9 નામની ઈમારતમાં કામ ચાલી રહ્યું હતું, જેમાં અકસ્માતને કારણે 3 મજૂરોના મોત થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top