હાઉસફુલ 5 ફિલ્મને લઈ અક્ષય કુમારે ચાહકોને આપ્યો ઝટકો, ફિલ્મની રિલીઝને લઈ કરી મોટી જાહેરાત..

હાઉસફુલ 5 ફિલ્મને લઈ અક્ષય કુમારે ચાહકોને આપ્યો ઝટકો, ફિલ્મની રિલીઝને લઈ કરી મોટી જાહેરાત..

12/04/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

હાઉસફુલ 5 ફિલ્મને લઈ અક્ષય કુમારે ચાહકોને આપ્યો ઝટકો, ફિલ્મની રિલીઝને લઈ કરી મોટી જાહેરાત..

Housefull 5: અક્ષય કુમાર એ થોડા સમય પહેલા જ હાઉસફુલ ફ્રેન્ચાઇઝની પાંચમી ફિલ્મ હાઉસફુલ 5 ની ઘોષણા કરી હતી. જોકે આ ફિલ્મ વર્ષ 2024 માં દિવાળી પર દર્શકોને જોવા મળવાની હતી. પરંતુ તાજેતરમાં જ અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આ રિલીઝ ડેટને જોઈને હાઉસફુલ 5ની આતુરતાથી રાહ જોતા ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ફિલ્મી રિલીઝ ડેટ એક વર્ષ ટાળી દેવામાં આવી છે


અક્ષય કુમારે સોશિયલ મીડિયા શેર કરી પોસ્ટ

સાજીદ નડિયાદવાલા નિર્મિત અને તરુણ મનસુખાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મોટા બજેટની ભારતની સૌથી મોટી કોમેડી ફિલ્મ હોવાની ચર્ચા છે. આ ફિલ્મ વર્ષ 2024 માં દિવાળી પર રિલીઝ થવાની હતી. પરંતુ જે અપડેટ અક્ષય કુમાર એ શેર કરી છે તે અનુસાર ફિલ્મ હવે 2025 માં 6 જૂને રિલીઝ થશે. ફિલ્મની નવી રિલીઝ ડેટ સાથે નવું પોસ્ટર પણ અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.



હાઉસફુલ 5 ની રિલીઝ ડેટ ટાળવાનું કારણ

આ પોસ્ટની સાથે અક્ષય કુમારે હાઉસફુલ 5 ની રિલીઝ ડેટ ટાળવાનું કારણ પણ જણાવ્યું છે. અક્ષય કુમારે તેની પોસ્ટ સાથે લખ્યું છે કે હાઉસફુલ ફ્રેન્ચાઇઝીને ભારે સફળતા મળી છે જેનો શ્રેય દર્શકોને જાય છે. હાઉસફુલ 5 ને પણ દર્શકો તરફથી આવો જ પ્રતિસાદ મળશે તેવી આશા છે. આ ફિલ્મની ધમાકેદાર સ્ટોરી ઉત્તમ સ્તરના વીએફએક્સની માંગ કરે છે તેથી દર્શકોને સારામાં સારો અનુભવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ફિલ્મની રિલીઝ ડેટને ટાળવામાં આવી છે. દર્શકોને એક બહેતરીન અનુભવ થાય તે માટે હાઉસફુલ 5 હવે 6 જૂન 2025 ના રોજ રિલીઝ થશે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top