સોલંકી પરિવારના તમામ સભ્યોએ આપઘાત નહોતો કર્યો! પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવતા થયો નવો ખુલાસો
સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલો મોટો ખુલાસો સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા બાદ હવે મૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. વિગતો મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું છે. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું અનુમાન છે. જોકે સામુહિક આપઘાત કેસમાં કારણ હજી પણ અકબંધ છે. આ તરફ સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસની મથામણ યથાવત છે.
આ તરફ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્ની, પિતા, બે બાળકોને ઉધઈ મારવાની દવા પીવડાવ્યાનો ખુલાસો થયો છે. આ સાથે માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું સામે આવ્યું છે. જેને લઈ હવે પોલીસે ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા કારીગરો અને ગ્રાહકોના નિવેદન લીધા છે. આ સાથે જુદી જુદી બેંકના લોન એજન્ટ બોલાવી ફરી નિવેદન લીધા છે.
સોલંકી પરિવારના આપઘાત કેસમાં હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યા બાદમૃતક મનીષભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. આ તરફ પોલીસ દ્વારા ધંધામાં ઉધારી, કારીગરોને આપવાની બાકી રકમની વિગતોને લઇ તપાસ શરૂ કરાઇ છે. બેંકની લોનની રકમના હપ્તાની વિગતો મેળવવાની તજવીજ પણ હાથ ધરાઇ છે. મહત્વનું છે કે, FSLમાંથી મોબાઈલ ફોનની ડિટેઇલના આધારે પોલીસ દ્વારા કડી મેળવવા કવાયત શરૂ કરાઇ છે.
સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સામૂહિક આપઘાતની ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું, પરંતુ માતા-દિકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળુ દબાવવાથી થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના કરી છે. આપઘાતના કેસની તપાસ DCP ઝોન 5, ACP, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp