ઉત્તરાયણનાં દિવસે કેવો રહેશે પવન? ક્યારે પડી શકે છે કમોસમી વરસાદ? જાણો હવામાન વિભાગે શું કહ્યું

ઉત્તરાયણનાં દિવસે કેવો રહેશે પવન? ક્યારે પડી શકે છે કમોસમી વરસાદ? જાણો હવામાન વિભાગે શું કહ્યું

01/12/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઉત્તરાયણનાં દિવસે કેવો રહેશે પવન? ક્યારે પડી શકે છે કમોસમી વરસાદ? જાણો હવામાન વિભાગે શું કહ્યું

ગુજરાત ડેસ્ક: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ભારે ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે.  ઉપરાંત બે દિવસ પછી ઉતરાયણનો તહેવાર છે ત્યારે પવનની સ્થિતિને લઈને આગાહી કરવામાં આવી છે કે 11 કિમીઈ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

હવામાન વિભાગ અનુસાર, આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, કચ્છ, વડોદરા, બનાસકાંઠા, ભાવનગર અને જૂનાગઢ વગેરે વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. 13 જાન્યુઆરી સુધી રાજ્યમાં જોરદાર ઠંડી પડવાની સંભાવના છે. તેમાં પણ ઉતર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. જ્યાં કેટલાક જિલ્લાઓમાં તાપમાન 8 ડિગ્રીથી નીચે પણ જી શકે છે. 

ઉત્તરાયણના દિવસે સવારે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. સવારે ઉત્તર-પૂર્વનો પવન વધુ રહેશે. 15 જાન્યુઆરીના દિવસે પવન 10 થી 12 કિલોમીટર ઝડપે ફૂંકાવાની શક્યતા છે. સવારથી બપોરે 2 વાગ્યા સુધી તેજ ગતિએ પવન ફૂંકાશે અને ત્યારબાદ સાંજે ગતિ થોડી ધીમી પડશે. રાત્રે પવનની ગતિ 6 કિમી/કલાક હોવાનું અનુમાન છે. 

આ ઉપરાંત, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે, જે 13 સુધી રહેશે. ઉપરાંત 18 થી 20 જાન્યુઆરી વચ્ચે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે.

હાલ રાજ્યનાં લગભગ તમામ વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે. ઉપરાંત અન્ય દસેક નગરોમાં તાપમાન દસથી નીચે નોંધાયું છે. વડોદરામાં 9 ડિગ્રી તો ભુજમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડી વધુ જોવા મળી રહી છે. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top