અહમદ અલ-શરા રાષ્ટ્રપતિ બન્યા, ને બીજા જ દિવસે અમેરિકાએ સીરિયા પર એર-સ્ટ્રાઇક કરી દીધી

અહમદ અલ-શરા રાષ્ટ્રપતિ બન્યા, ને બીજા જ દિવસે અમેરિકાએ સીરિયા પર એર-સ્ટ્રાઇક કરી દીધી

01/31/2025 World

SidhiKhabar

SidhiKhabar

અહમદ અલ-શરા રાષ્ટ્રપતિ બન્યા, ને બીજા જ દિવસે અમેરિકાએ સીરિયા પર એર-સ્ટ્રાઇક કરી દીધી

US Airstrike in Syria: ગુરુવારે, અમેરિકન આર્મીએ અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનના વરિષ્ઠ આતંકવાદી મોહમ્મદ સલાહ અલ-જબીરને મોતને ઘાટ ઉતારી દીધો. મોહમ્મદ સલાહ અલ-જબીર ઉત્તરપશ્ચિમ સીરિયામાં હવાઈ હુમલામાં માર્યો ગયો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે આ હવાઈ હુમલો આતંકવાદીઓના નેટવર્કને તોડવા માટે કરવામાં આવ્યો હતો. જબીર હુર્રાસ, અલ-દીન નામના જૂથ સાથે સંકળાયેલો હતો. આ જૂથ અલ કાયદાનું એક સહયોગી સંગઠન છે.


સીરિયામાં બળવા બાદ બશરની સત્તા ગઈ

સીરિયામાં બળવા બાદ બશરની સત્તા ગઈ

થોડા દિવસો અગાઉ જ સીરિયામાં બળવો થયો હતો. બળવાખોર જૂથ તહરીર અલ-શામ દ્વારા બશર અલ-અસદની સરકારને ઉથલાવી દેવામાં આવી. તો, દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે અહમદ અલ-શારાની નિમણૂક કરવામાં આવી છે. હાલ પૂરતા, અહમદ અલ-શારા આંતરરાષ્ટ્રીય મંચો પર સીરિયાનું નેતૃત્વ કરશે. બળવા બાદ, બશર-અલ-અસદ પોતાના પરિવાર સાથે સીરિયા ભાગી ગયા. છેલ્લા 53 વર્ષથી સીરિયા પર અસદ પરિવારનો કબજો હતો. અમેરિકા સીરિયામાં થઈ રહેલી ગતિવિધિઓ પર સુક્ષ્મ નજર રાખી રહ્યું છે.

હમાસના લશ્કરી વડાને પતાવી દીધો

બીજી તરફ, ઇઝરાયલે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફને હવાઈ હુમલામાં મારી નાખ્યો. IDFએ ઘટનાની પુષ્ટિ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top