અમિત શાહે પંડિત જવાહરલાલ નેહરુની સૌથી મોટી ભૂલ બતાવી, જાણો શું કર્યો દાવો

અમિત શાહે પંડિત જવાહરલાલ નેહરુની સૌથી મોટી ભૂલ બતાવી, જાણો શું કર્યો દાવો

04/02/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અમિત શાહે પંડિત જવાહરલાલ નેહરુની સૌથી મોટી ભૂલ બતાવી, જાણો શું કર્યો દાવો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવાર (1 એપ્રિલ 2024)ના રોજ કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને આર્ટિકલ 370નો ઉલ્લેખ કરીને પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ જમ્મુ-કાશમીમાં આર્ટિકલ 370 લાગૂ કરીને ભૂલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ બધા વાયદા પૂરા કર્યા છે જે ભાજપની સ્થાપનના સમયે કરવામાં આવ્યા હતા. તો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ જમ્મુ-કાશ્મીરમાં 370 લાગૂ કરીને સૌથી મોટી ભૂલ કરી હતી. આ ભૂલને કેન્દ્રની મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ સુધારી અને જમ્મુ-કાશ્મીરમાં તિરંગો ફરકાવ્યો.


અમિત શાહે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

અમિત શાહે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

અમિત શાહે આગળ કહ્યું કે, ભાજપ એવી પાર્ટી છે, જેમાં ચૂંટણી નેતાઓના દમ પર નહીં, પરંતુ બૂથના કાર્યકર્તાઓના દમ પર જીતવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ દુનિયામાં દેશનો ઝંડો બુલંદ કરવાનું કામ કર્યું છે. તેનાથી આખા દેશની જનતા વડાપ્રધાન મોદીને ત્રીજી વખત ચૂંટણીને વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, 10 વર્ષ અગાઉ દેશમાં UPAની સરકાર હતી અને દેશના ભવિષ્યને સોનિયા ગાંધી અને મનમોહન સિંહે અંધકારમય બનાવી દીધું હતું. 2014માં દેશ અને રાજસ્થાનની જનતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું કામ કર્યું અને 10 વર્ષમાં વડાપ્રધાન મોદીએ દેશની અંદર દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું.


રાજસ્થાનમાં 25માંથી 25 સીટ જીતીને હેટ્રીક લગાવવાની છે: અમિત શાહ

રાજસ્થાનમાં 25માંથી 25 સીટ જીતીને હેટ્રીક લગાવવાની છે: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે 2014માં 55 ટકા વોટ સાથે 25માંથી 25 સીટો રાજસ્થાનની જનતાએ વડાપ્રધાન મોદીને આપી હતી. વર્ષ 2019માં વોટ વધીને 61 ટકા થયા અને પાછી બધી 25 સીટો ભાજપને મળી. હવે નરેન્દ્ર મોદી ફરીથી આવ્યા છે, આ વખત 70 ટકા વોટ સાથે 25માંથી 25 સીટ જીતીને હેટ્રીક લગાવવાની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top