Aneet Padda: ફિલ્મ ‘સૈયારા’ બાદ OTT પર ધમાલ મચાવવા તૈયાર અનિત પડ્ડા, આ વેબ સીરિઝમાં નજરે પડશે
Saiyaara Star Aneet Padda To Lead Courtroom Drama ‘Nyaya’ Alongside Fatima Sana Shaikh: ફિલ્મ 'સૈયારા'ની જબરદસ્ત સફળતા બાદ અભિનેત્રી અનિત પડ્ડાને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણે તેની પહેલી ફિલ્મ 'સૈયારા'માં તેના શાનદાર અભિનયથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમિયાન અનિત પડ્ડાને લઈને એક નવો અહેવાલ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ હવે અભિનેત્રી OTT પર પણ પોતાનો અભિનય બતાવવા જઈ રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અનિત પડ્ડા સાથે ફાતિમા સના શેખ રિયલ સ્ટોરી પર બેઝ્ડ સીરિઝ 'ન્યાય'માં જોવા મળશે. ગયા વર્ષે ફિલ્માવવામાં આવેલો આ શો ટૂંક સમયમાં એક પ્રમુખ OTT પ્લેટફોર્મ પર રીલિઝ થવા જઈ રહ્યો છે. પરંતુ દરેકના મનમાં સવાલ એ છે કે જો પહેલી ફિલ્મ સુપરહિટ થઈ ગઈ છે, તો પછી અનિત OTT તરફ કેમ વળી રહી છે? હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે અનિતનો આ પ્રોજેક્ટ ફિલ્મ 'સૈયારા' સાઇન કરવા અગાઉ શૂટ થઈ ચૂક્યો હતો.
મળતી માહિતી મુજબ, 'ન્યાય' એક એવી યુવતીની કહાની હશે, જેનું એક શક્તિશાળી ધાર્મિક નેતા દ્વારા જાતીય શોષણ કરવામાં આવે છે અને તે કોર્ટમાં તેની સામે લડાઈ લડે છે. આ સીરિઝમાં અનિત 17 વર્ષીય પીડિતાની ભૂમિકા ભજવી રહી છે, જે માત્ર સમાજના દબાણ સામે જ નહીં પરંતુ કાનૂની સમસ્યાઓ સામે પણ લડે છે. તો, ફાતિમા સના શેખ પણ આ સીરિઝમાં જોવા મળશે. જે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે. આ ઉપરાંત, અર્જુન માથુર એક વકીલની ભૂમિકા ભજવી રહ્યો છે.
'ન્યાય'નું નિર્દેશન નિત્યા મહેરા અને કરણ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું છે. નિત્યાએ અગાઉ ફિલ્મ 'બાર બાર દેખો'નું નિર્દેશન કર્યું છે. અનિતના ચાહકો હવે તેને OTT પર જોવા માટે ઉત્સાહિત છે.
સૈયારા ફિલ્મનો બોક્સ ઓફિસ પર દબદબો જોવા મળી રહ્યો છે. તેની કમાણી સતત વધી રહી છે અને હવે ફિલ્મે એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. સૈકાનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે તેના નવમા દિવસે લગભગ 26.5 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. ત્યારબાદ તેની કમાણી 217.25 કરોડ સુધી પહોંચી ગઈ છે. 'સૈયારા' આ વર્ષની બીજી ફિલ્મ છે જે સત્તાવાર રીતે 200 કરોડના ક્લબમાં પ્રવેશી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp